________________ * * રાજ્ય ઉપર બેસવું હવે વસમું થઇ પડયું. સંસાર ઉપર નફરત આવી ગઇ અને મહારાજાએ બધું છોડી સંયમ સ્વીકારી લીધું! માને છે કે એ “ધન્ય છે પિતાજીને! વિષેણના રાજ્યમાં લોકો કુશળ છે ને!' ‘મહારાજા હરિષણ પછી વિષેણ ચંપાનો અધિપતિ થયો, પણ પ્રજાપ્રિય રાજવી બની ન શક્યો, પોતાના એશઆરામમાં જ મસ્ત રહી પ્રજાને ભૂલી ગયો, લોભીપણાને લીધે નવા-નવા કરો ઝીંકવા લાગ્યો સામંતોમાં પણ અપ્રિય બની ગયો. પ્રજાના પ્રેમ વગર રાજા ટકે જ નહીં એ ઉક્તિ અંતે સાર્થક થઇ. થોડા જ સમયમાં સાકેતાધિપતિ મુક્તપીઠ ચંપાને ઘેરો ઘાલ્યો અને ચંપાનગરી એના હાથમાં આવી ગઇ. વિલેણ | તો યુદ્ધમાંથી જ પલાયન થઇ ગયો!” ચાર કલાકો બાકી છે ) “શું કહે છે! ચંપાના મહારાજાના સેન અને વિષેણ જેવા પુત્રો હોવા છતા પણ ચંપાનગરી દુશ્મનોના હાથમાં ગઇ! ચંપાની પ્રજા નાથ હોવા છતાં પણ અનાથ થઇ ગઇ!” 2 હા કુમાર! હું ચંપાની રક્ષાની ભીખ માંગવા જ આપની પાસે આવ્યો છું” વિશ્વપુરના મહારાજા સમરકેતુ પણ આ વાત જાણી યુધ્ધ લડવા કુમાર સાથે તૈયાર થઇ ગયા. પણ કુમારે જ ના પાડી અંતે એમનું સૈન્ય લઇને જલ્દીથી સેનકુમાર ચંપાના દ્વારે આવીને ઉભા રહ્યા. જો કે તે દૂત દ્વારા સેનકુમારે મુક્તપીઠ રાજાને કહેવડાવ્યું “મહારાજા ! ચંપાના અધિપતિનો પુત્ર સેન હજી જીવે છે માટે કૃપા કરીને આપ અહીંથી ચાલ્યા જાવ. છતે નાથે ચંપા પરાધીન બનશે નહી” “જા! જા! હવે એ છોકરાને કહે કે આ પૃથ્વી તો વીરભોગ્યા 110