________________ એ જ વખતે રથનુપૂર ચક્રવાલપુર નગરનો નિવાસી વાણમંતર વિદ્યાધર આકાશમાર્ગે જતો હતો એની દષ્ટિ ગુણચંદ્ર ઉપર પડી અને આંખમાંથી અંગારા વરસવા મંડ્યા! જો કે એ લોકો છે | - બાળકો ! આમ કેમ થયું હશે ! આવા સુંદર સૌમ્ય સોહામણા ગુણચંદ્રકુમાર ઉપર આ વિધાધરને વળી ફેષ શું કામ થયો હશે ! પણ આ તો જન્મ જન્માંતરનાં સંસ્કાર હતા. ગુણચંદ્રકુમાર એ આપણા લાડીલા ચરિત્રનાયક ગુણસેનનો જીવ અને વાણમંતર વિધાધર એ જનમોજનમથી જેનું લોહી ચૂસવા તલસે છે એ અગ્નિશર્માનો જીવ! તમ:પ્રભા નારકીમાંથી આવીને એ વિદ્યાધર તરીકે ઉત્પન્ન થયેલો. જ ગુણસેનકુમારને ડરાવવા માટે એણે એક એવો ભયંકર અવાજ કર્યો કે એનાં મિત્રો તો બધા ચારે બાજુ ભાગવા લાગ્યા! પણ ગુણસેનકુમાર તો સ્થિર જ રહ્યો, જરાપણ ડર્યો નહિં. તેથી વધારે કોપાયમાન થઈને એક વિશાલ કદવાળું સુવર્ણવૃક્ષ ઉપાડી એ વિદ્યાધર ગુણચંદ્રકુમારની સામે દોડયો એની ઉપર જોરથી એ વૃક્ષ નાંખ્યું પણ કુમારને જરા પણ અડક્યું નહીં અને બીજે ઠેકાણે જઈને - પડયું એજ સમયે ત્યાંનો ક્ષેત્રપાલ ગેમનરતિ નામનો દેવ આવ્યો એને જોઇને જ પેલો વાણમંતર વિધાધર ભાગી ગયો! ગુણચંદ્રકુમારને તો આટલા સમયમાં આ બધું શું થઇ ગયું ! કશી સમજ જ પડી નહીં! જાણે કશું જ થયું નથી એમ એતો પોતાના મહેલમાં ચાલ્યો ગયો. એ લોએ એ એ એ એ એ જ લો | ઉત્તરાપથમાં શંખપુર નગરના શાખાયન રાજાની કાંતિમતી ભાર્યાથી તે ઉત્પન્ન થયેલી રત્નવતી નામની પુત્રી હતી. તેનું રૂપ તેનાં ગુણો તેનું સૌંદર્ય એટલું અદ્ભુત હતુ કે માતા-પિતાને સતત ચિંતા થતી T 116