________________ હતી કે આને અનુરૂપ વર મળશે કે નહીં, પૃથ્વી રત્નગર્ભા કહેવાય આ છે માટે ક્યાં ને ક્યાંક તો એને અનુરૂપ પાત્ર હશે જ. તપાસ કરવા માટે રાજા ચતુર પુરૂષોને ચારે બાજુ મોકલે છે એમાં ચિત્રમતી અને ચિત્રભૂષણ નામે બે ચિત્રકારો રાજકુમારીનું અતિસુંદર ચિત્ર આલેખી અયોધ્યા નગરીમાં આવે છે. | નગરની શોભા લોકોની સમૃધ્ધિ મહારાજાની પ્રાપ્રિયતા અને એમાં પણ યુવરાજ ગુણચન્દ્રના સેંકડો ગુણોનું વર્ણન સાંભળી એ બંનેને યુવરાજને જોવાની ઇચ્છા થઇ. જે લોકો તે યુવરાજને જોઇને બંને આભા બની ગયા! કેવું રૂપ! કેવી નમ્રતા ! ખરેખર આની સાથે આપણી રાજકુમારીનો સંયોગ થઇ જાય તો સોનામાં સુગંધ ભળી જાય ! | ‘રાજકુમાર! આપ તો બધી કલાઓમાં નિપુણ છો અમે આ એક ચિત્ર દોર્યું છે. દૂર દેશથી આવ્યા છીએ ચિત્રકારો છીએ આપને આ ચિત્રમાં કોઇ દોષ જણાય છે ? Ans કુમારે ચિત્ર હાથમાં લીધું અને પોતે જ ચિત્રવત્ બની ગયો ! એકીટસે આ ચિત્ર નિહાળવા લાગ્યો! શું કોઇ રંભા છે! સ્વર્ગલોકની અપ્સરા છે! મનુષ્યની સ્ત્રીઓમાં તો આવું રૂપ લાવણ્ય સંભવી શકે નહિં! કલાકારો ! આ ચિત્ર તો સંપૂર્ણ છે, એમાં કોઇ દોષ મને જણાતો નથી પણ એ તો કહો કે આ ચિત્ર કોઇ માનુષીનું છે કે તમારી કલ્પનાનું છે! . . . “ના... ના... કુમાર! આ તો અમારા મહારાજ શંખાયનની ષોડશી 117