________________ મહેરબાની કરીને મને તમે છોડતા નહીં! કુમાર! આ રાજ્ય પણ તમારું જ છે. બધું તમારું જ છે. મને તમે છોડતા નહી ! તમે . કહેશો તેમ હું કરીશ! આજનો જ “રાજનું! આપ આરામ કરો! હું ક્યાંય આપને છોડીને જવાનો નથી આપ ચિંતા કરો નહીં! સેનકુમારના દિવસો શાંતિથી પસાર થઇ રહ્યા છે શાંતિમતીએ શુભ દિવસે પુત્રને જન્મ આપ્યો. સમરકેતુ મહારાજાએ પુત્રનો જન્મ મહોત્સવ બહુ સુંદર રીતે કર્યો. આખા નગરમાં આનંદ વ્યાપી ગયો. પુત્રનું નામ “અમરસેન” એ પ્રમાણે પાડયું. હજી પુત્ર જન્મને થોડા જ દિવસો પસાર થયા હતા ત્યાં ચંપાનગરથી મંત્રીશ્વરનો પુત્ર અમરગુરૂ વિશ્વપુર નગરમાં આવ્યો. અને તે એ સેનકુમાર આ નગરમાં છે જાણી ખૂબ ખુશ થયો. તુરત જ કુમાર પાસે આવ્યો. કુમાર પણ ઘણા દિવસે ચંપાનો રહેવાસી અને પોતાના બાલ્યાવસ્થાના મિત્ર અમરગુરૂને આવેલો જોઈ ખૂબ આનંદિત થયો. | ‘મિત્ર! કાકા હરિષણ ભાઇ વિષેણ આનંદમાં છે ને! નગરવાસીઓને કોઇ તકલીફ નથીને! ‘કુમાર! તમારે અમારા સુખ દુ:ખની શી પડી હોય તમે તો પુણ્યશાળી છો જ્યાં જાવ ત્યાં ઋદ્ધિ સિદ્ધિ હાજર હોય છે. પણ આપના ગયા પછી ચંપાવાસીઓની શી સ્થિતિ થઈ! મહારાજા હરિષણ આપના એકાએક ચાલ્યા જવાથી ખૂબ દુ:ખી થયા. આપની ઘણી તપાસ કરાવી પણ ક્યાંય આપનો પતો લાગ્યો નહીં મહારાજને 109