________________ | ચાલ્યો જા! હું તને છોડી દઈશ” જો રીતે ? કોણ કોને છોડે છે એ તો રાજ! પલવારમાં જ જોઇ લેવાશે. હવે વાતોનો સમય નથી. સજ્જ થઇ જાવ!” અને બંને બળિયા સામસામે અથડાયા! સેનકુમારે તલવારનો ઘા એ રીતે કર્યો કે મુક્તપીઠ પૃથ્વી ઉપર પટકાઈ પડ્યો! મહારાજા પડતા સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું. અંતે મુક્તપીઠને બંધનગ્રસ્ત બનાવી દીધો સેનકુમારનો જ્વલંત વિજય થયો! | મુકતપીઠના તરત જ બંધનો સેનકુમારે છોડાવી નાખ્યા! પોતે જાતે જ એમને વીંઝણાથી પવન નાખવા માંડયો! થોડી વારે મુક્તપીઠને શુદ્ધિ આવી અને બાજુમાં કુમારને આ રીતે ઉપચાર કરતો જોઈ અતિ આશ્ચર્ય પામ્યો! રાજન તમે તમારી કીતિને અનુરૂપ એવું પરાક્રમ બતાવ્યું યુધ્ધમાં હાર-જીત તો થતી જ હોય છે. તમારી શૌર્યતાથી હું મુગ્ધ થયો છે છેપોતે જેનો મહાઅપરાધી છે એવાના મુખેથી પોતાની પ્રશંસા સાંભળી મુક્તપીઠ રાજાને શું બોલવું એ ભાન જ ન રહ્યું. એની આંખમાંથી તો દડ-દડ આંસુઓ વહેવા લાગ્યા. ચંપાનગરીમાં તો આજે આનંદની અવધિ માતી નથી! સેનકુમારના વિજયથી ચંપાનો પ્રત્યેક જન અતિ આનંદમાં છે. વિજયી કુમારનું સ્વાગત પણ જોરદાર થયું ! ઠેર-ઠેર કુમારનું બાદશાહી સન્માન થયું! મારી મુક્તપીઠ રાજાને પણ કુમાર મહેલમાં સાથે લઈ આવ્યો ત્યાં એમને લાગેલા ઘાના વ્યવસ્થિત ઉપચાર આદિ કરાવી બહુમાનપૂર્વક એમના રાજ્યમાં મોકલ્યા.. 112