________________ થઇ ગયા. બાજુમાં રહેલી તાપસીઓ પણ વિચારે છે કે “આ કુમાર કેટલો પ્રભાવક છે કે દેવતાઓ પણ તેને માન આપે છે”) નો કુમાર! હવે અમારી પૂજાનો સમય થઈ ગયો છે અમે જઇએ છીએ માતાજી! હું પણ આપ લોકોની સાથે આવું છું. મારે પણ કુલપતિના દર્શન કરવા છે. તાપસીઓ શાંતિમતી આદિની સાથે સેનકુમાર કુલપતિના આવાસે આવ્યો! પ્રણામ કરી તેમની પાસે બેઠો ! “વત્સ! આ શાંતિમતી એ મારી ધર્મપુત્રી છે સંસારનો ત્યાગ કરેલો હોવા છતાં પણ તેના ગુણોના કારણે તેના ઉપર મને સ્નેહ છે આવી ઉત્તમ કન્યાની સુંદર રીતે સંભાળ રાખજે અને જીવનરૂપી બાગને ધર્મરૂપી પાણીથી સિંચવાનું ચાલુ જ રાખજે. | 'જેવી આપની આજ્ઞા' | એક બાજુ પરમપ્રિય એવા પતિદેવ મળ્યા હતા એમની સાથે જવાનું હતું એનો આનંદ પણ શાંતિમતીના ઉરમાં માતો ન'તો તો બીજી બાજુ આવા હેતાળ પિતૃતુલ્ય વાત્સલ્યદાતા એવા કુલપતિ સ્નેહાળ મુનિકુમારો, પ્રેમાળ તાપસીઓ, આવું સાત્વિક વાતાવરણ એ બધાને છોડવું પડશે એનો રંજ પણ શાંતિમતીના હૈયાને કોરી ખાતો હતો. વાત ) વ શ શું ભગવંત! હવે આપના દર્શન ક્યારે થશે? ‘પુત્રી ! વિષાદ કર નહિ તું ધર્મથી રંગાયેલી છે ભલે અહીંયાથી તું જાય છે પણ મુનિનો ઉપદેશ તો તારા હૈયામાં જ છે પતિની સુંદર સેવા કરજે 106