________________ ભવ - 7 - પૂર્વ ભારતમાં અંગ દેશની જાહોજલાલી તે સમયે! અનેરી હતી રાજધાની ચંપાનગરીમાં મહારાજા અમરસેન પોતાના લધુબંધુ યુવરાજ હરિષણ સાથે સુખપૂર્વક દિવસો પસાર કરી રહ્યા હતા. ( અમરસેન અને હરિષણનો પ્રેમ પણ અરસપરસ એટલો કે લોકો કહેતા જાણે રામ લક્ષ્મણની જોડી ! પાછા બંને ભાઇઓ શૂરવીર, સાત્વિક અને પરાક્રમી હતા. 1 અમરસેનની પત્ની જયસુંદરી અને હરિષણની ભાર્યા હરિપ્રભા બંને એક એક પુત્રની માતા થઇ. હે મહારાજાના પુત્રનું નામ સેન પાડયું જ્યારે યુવરાજના પુત્રનું નામ વિષેણ પાડયું. મહારાજા-યુવરાજને હતું કે જેમ આપણે બંનેમાં અવિહડ પ્રેમ છે એમ આ બંને ભાઇઓ પણ એ જ રીતે રહે તો ચંપાનગરીના સુખમાં કોઇ ઓટ આવે નહીં! પણ કોણ જાણે કેમ જેમ જેમ કુમારો મોટા થતા ગયા તેમ તેમ સેનકુમાર વિષેણ ઉપર ગમે એટલો પ્રેમ બતાડે પણ વિષેણને તો સેન ઉપર એટલી ચીડ કે વાત જ ન પૂછો ! વારંવાર સેનકુમારના દોષો જોયા કરે...! પણ નિર્દોષ એવા સેનમાં દોષો મળે ક્યાંથી! પણ વિષેણને ચેન પડતું નથી. જ એક વખત ચંપા નગરીના ઉધાનના પરિસરમાં એક મહામુનિ પધાર્યા તેમની બોધક પ્રેરક વાણી સાંભળી, મહારાજા અમરસેનનો આત્મા હલી ઉઠયો! હવે રાજગાદી ઉપર બેસીને કામ શું છે!