________________ વિણકુમાર માટે પણ આપણે સુંદર કન્યા શોધી કાઢીશું. મહારાજા ! શ્રીફળ લઇને સેનકુમારનું પાકુ કરી નાંખો !' મહારાજાએ તુરંત જ શ્રીફળ લઇ સેનકુમાર સાથે નક્કી કર્યાનો | પત્ર પણ મહારાજા શંખને લખી આપ્યો. કે થોડા જ સમયમાં મહારાજ કુમાર સેન અને શાંતિમતીના ધામધૂમથી ઠાઠમાઠથી લગ્ન થયા બંને નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો એ લગ્ન પ્રસંગે મહારાજા એ છૂટે હાથે દાન આપવા માડયું જેને જે જુએ એ લઈ જાઓ ચંપાનગરીમાં તો અત્યારે આનંદની અવધિ માતી નથી બધા લોકો રાજી રાજી છે પણ એક વ્યક્તિ નારાજ છે એ વળી કોણ હશે..!, મહારાજા હરિષણનો પુત્ર વિષેણ. આમે પણ બાલ્યાવસ્થાથી જ એના અંતરમાં સેન પ્રત્યે દ્વેષનો ભારોભાર અગ્નિ સળગતો છે અને એમાં અત્યારે બધે ઠેકાણે સેનકુમારની વાહ વાહ બોલાય છે. આવી સુંદર પદમીની સ્ત્રીનો સ્વામી બની ગયા છે. એ વિષેણથી જરા પણ સહન થયું નહીં, પણ બાપડો કરે પણ શું! સેનકુમાર તો શાંતિમતી સાથે આનંદપ્રમોદ કરવા લાગ્યો એક વખત બંને જણા ઉદ્યાનમાં હતા ત્યારે સેનને મારવા માટે વિષેણે ભાડૂતી ગુંડાઓને તૈયાર કરીને મોકલ્યા, પણ કોણ જાણે શું થયું ! સેનકુમારને જોતાં જ એ લોકોના હાથ થંભી ગયા! બિચારા રોતી શકલે એમને એમ પાછા આવી ગયા! છે એમાં વળી એક દિવસ મધ્યાહન થયા પછી સેનકુમાર પોતાના મહેલમાં બેઠા હતા અલકમલકની વાતો ચાલતી હતી ત્યાં જ ચાર તાપસી કુમારની પાસે આવ્યા, કુમારે ઉભા થઇ તરત જ પ્રણામ