________________ જે રાત્રિએ સેનકુમાર એ પલ્લીમાં સૂતેલા એજ રાત્રિએ સેનાનાયકે ચુનંદા સૈનિક સાથે પલ્લીને ઘેરો ઘાલ્યો બધા માણસોને પકડવા મંડયા. કુમાર અને પલ્લીપતિને ખબર પડી તરત જ શસ્ત્રો લઇ બંને જણા ખૂબ ઝઝૂમ્યા પણ અંતે બંને પકડાઇ ગયા અને બીજે દિવસે વિશ્વપુરની રાજસભા સમક્ષ સેનકુમાર અને પલ્લીપતિ ભયંકર ગુનેગાર તરીકે રજૂ થયા ! 20. જે મહારાજા સમરકેતુ રાજસિંહાસન ઉપર બેઠેલા છે મંત્રીવરો પણ પોતપોતાના આસને ગોઠવાઇ ગયેલા રાજસભા હકડેઠઠ જામી છે લોકો આવા ભયંકર ગુનેગારને જોવા અને મહારાજા એને શું સજા કરે છે એ જાણવા માટે તલપાપડ થઇને બેઠા હતા. . પલ્લી પતિની સાથે સેનકુમારને પણ બંધનગ્રસ્ત બનાવેલા જોઇ લોકો અરસપરસ વાતો કરવા મંડયા! એ પેલાના તો મોઢા ઉપરથી જ દેખાય છે કે એ તો ભયંકર ચોર હશે. પણ આ વળી બીજો સુંદર સોહામણો રાજકુમાર જેવો દેદીપ્યમાન જણાતો પુરૂષ કોણ છે? એને કેમ આની સાથે બાંધ્યો છે! જેને જોઇને શત્રુના હૈયામાં પણ હેત ઉમટી પડે એવા આ માસુમને મહારાજા શું સજા કરશે ! જોઇએ તો ખરા શું થાય છે? ‘મહારાજા! દૂરના નગરમાંથી એક સાર્થવાહ આવેલા છે આપને મળવા માટે અનુજ્ઞા માંગે છે!” દ્વારપાળે મહારાજાએ કહ્યું. ‘સારું સારૂં, લઇ આવ એ સાર્થવાહને, એ પણ જોશે અમારા નગરનો ન્યાય! અમારા સૈનિકોનું પરાક્રમ! કે આવા ખૂંખાર ડાકુને 100