________________ નજીકમાં જ ઋષિમુનિઓનું એક તપોવન છે ત્યાં પ્રાય: શાંતિમતી દેવી હોવા જોઇએ મેં મારી નજરે એમને નિહાળ્યાં છે. તમે એક આ સાંભળી તરત જ સેનકુમાર પલ્લીપતિને લઇને કાંદબરી અટવીમાં આવેલા પ્રિયમેલક તીર્થ તરફ નીકળ્યો. લો તે મા ( તપોવનનાં શાંત-પ્રશાંત વાતાવરણમાં પ્રિયમેલક વૃક્ષ નીચે બેઠેલી શાંતિમતીની ડાબી આંખ ફરકતી હતી. એ મનમાં વિચારતી હતી કે આજે મારા પ્રિયતમનો મેળાપ થશે એ વિચારમાં જરા દૃષ્ટિ ઉંચી કરે છે. ત્યાં જ સામે જ સેનકુમાર અને પલ્લી પતિને જોયા બંનેની આંખમાંથી અશ્રુઓની ધારા વરસી રહી છે, થોડી વાર સુધી એકબીજા બોલી શકતા પણ નથી, શાંતિમતી પતિના પગમાં પડી કહે છે. “હે નાથ! એ વખતે આપનું અને પલ્લી પતિનું યુધ્ધ થતાં બધા દોડાદોડ કરવા લાગ્યા. હું પણ આટલી ધમાલમાં આપનાથી વિખૂટી પડી ગઇ. નાથ ! નાથ !! કરતાં જંગલમાં ચારે બાજુ રખડી. એક એક વૃક્ષને મેં આપની ખબર પૂછી, પક્ષીઓ પણ મારું આક્રંદ જોઇને સ્તબ્ધ થઇ ગયેલા. આવા વેરાન ભયંકર જંગલમાં મારે શું કરવું? હવે આપના વગર જીવન પણ નકામું એમ જાણી મેં અશોકવૃક્ષની નીચે ગળે ફાંસો લગાવ્યો ? વનદેવતાને ઉંચા સાદે કહ્યું કે “હે વનદેવતા! આ જીવનમાં હવે મને મારા પતિદેવ મળે એમ નથી, જીવનમાં મેં આર્યપુત્ર સિવાય બીજા કોઇની મનથી પણ ઇચ્છા કરી નથી. ભવોભવ મને એમનું જ શરણું તો એમ કહી મેં તો ગળે ફાંસો નાંખી દીધો. પણ કોણ જાણે શું થયું! ફાંસો તૂટી ગયો અને હું જમીન ઉપર પટકાઈ પડી, મૂચ્છ પામી ગઇ! થોડીવારે ભાનમાં આવી ત્યાં જોયું તો એક મુનિકુમાર મારી બાજુમાં બેઠેલા મને 102