________________ છે. વિશ્વપુરના રાજવીને આ પદ્ધીપતિનો ત્રાસ ખૂબજ રહેતો. જે - જે લોકો આ જંગલમાંથી પસાર થતા એમણે તો ખૂબ તકલીફ વેઠવી પડતી એટલું જ નહિ, પરંતુ હવે તો વિશ્વપુરના લોકોને પણ આ ચોરટુકડીનો ભય ઘણો રહેતો અવાર નવાર નગરમાં આવી નાની મોટી ચોરીઓ કરી જતા હતા. સેનાપતિને આદેશ આપેલો આજે રાતના જ ચુનંદા સૈનિકો લઈને જાવ અને પેલા દુષ્ટ પલ્લી પતિને જીવતો યા મરેલો મારી સમક્ષ હાજર કરો! વિશ્વપુરના મહારાજાની રાજસભા સમક્ષ સેનકુમાર અને પદ્ધિપત્તિ બંધનગ્રસ્ત અવસ્થામાં!