________________ - થોડીવારે જયારે પેલો શુધ્ધિમાં આવે છે કુમારને આ રીતે બાજુમાં બેઠેલા જોઇ પવન નાંખતો જોઈ અતિ આશ્ચર્ય પામી કુમારના પગમાં પડી જાય છે. કુમાર! મારો અપરાધ માફ કરો!! કે એના સાથીદારો જે આજુબાજુમાં ભાગી ગયેલા એ પણ ત્યાં પાછા આવી ગયા. સાર્થના માણસો પણ બધા ભેગા થઇ ગયા. પલ્લીપતિએ સેનકુમારને એક અજબ એવું ત્રિશૂળ ભેટ આપ્યું. આ ત્રિશૂળનો પ્રભાવ એવો હતો કે ગમે એવા ઘા લાગ્યા હોય આ ત્રિશૂળ સામે રાખવામાં આવે તો બધા ઘા રૂઝાઇ જાય! આ બધી ધમાલમાં સેનકુમારની પત્ની શાંતિમતી ક્યાં ચાલી ગઈ કોઇને ખ્યાલ આવ્યો નહિ. - આ બધું પત્યા બાદ સેનકુમાર જુએ છે શાંતિમતી ક્યાં ? ચારે બાજુ ઘણી શોધખોળ કરાવે છે પણ શાંતિમતી મળતી નથી ! કુમાર તો અતિ ચિંતિત બની જાય છે! સાનુદેવ સાર્થવાહ કુમારને વિનંતી કરે છે, હમણાં મારી સાથે વિશ્વપુર પધારો, ત્યાંથી પછી શાંતિમતીની વિશેષ તપાસ કરાવીએ. પણ હવે કુમાર આ સ્થાનમાંથી નગરમાં જવા તૈયાર નથી. “જયાં સુધી શાંતિમતીનો પત્તો નહિ મળે ત્યાં સુધી મને ચેન પડશે નહિ, મહેરબાની કરી હમણાં મને અહીં જ રહેવા દો. તમે પણ તમારી રીતે નગરમાં જઇ તપાસ કરાવજો મળે તો મને સમાચાર આપજો” સાનુદેવ સાર્થવાહ સાથે સાથે ત્યાંથી આગળ વધ્યો! | રાત્રિ પડવા આવી ત્યારે જંગલમાં રહેલા સેનકુમારને પેલા ચોરોનો નાયક અતિઆગ્રહ કરીને પોતાની પલ્લીમાં લઈ ગયો.! 98