________________ વધારે રહેવું ઉચિત નથી. કારણ કે હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી વિષેણને શાંતિ મળવાની જ નથી. એના કારણે કોઇ વાર કાકા હરિષણ એવું પગલું ભરશે કે એ બિચારાને જીંદગીભર દુ:ખી થવું પડશે અને એમાં નિમિત્ત હું બનીશ એના કરતા તો બહેતર છે કે આપણે અહીંથી ચાલ્યા જઇએ આપણા પુણ્યમાં હશે તો ઋધ્ધિ-સિધ્ધિ તો બધું મળી જ રહેશે. પણ વિષેણના જીવને પણ શાંતિ થશે અને મારી ગેરહાજરીમાં એ હોંશિયાર ચતુર થઇ જશે તો રાજ્યને સંભાળવામાં પણ ઉપયોગી થશે! - પતિવ્રતા પત્નીએ પણ પતિની વાતમાં સંમતિ આપી અને એજ રાત્રે બને ચંપાનગરીને પરમપ્રિય કાકાને હિતસ્વી મંત્રીશ્વરને વહાલા પ્રજાજનોને છોડીને વનવગડાની વાટે ચાલી નીકળ્યા. ! આગળ ચાલતા ચાલતા જંગલમાં એક સાર્થવાહ પોતાના પરિવાર સાથે જઇ રહ્યો હતો એનું મિલન થયું. સાર્થવાહ સેનકુમારની પત્ની શાંતિમતીને તરત ઓળખી ગયો! કુમારને પ્રણામ કરી તરત જ કહે છે, 'રાજકુમાર! હું રાજ્યપુર નગરનો સાનુદેવ નામે સાર્થવાહ છું આપના પત્ની દેવી શાંતિમતી એ અમારા મહારાજા શંખની પુત્રી છે આપ એકાકી બંને કેમ? શું આપનો પરિવાર આગળ પાછળ છે કે શું? રથ ઘોડા આદિ કોઇ વાહનો પણ દેખાતાં નથી આમ કઇ બાજુ નીકળ્યા છો કુમાર! - કુમારે સાર્થવાહને ભાઈને કલેશ થવાના નિમિત્ત બનું છું એટલા માટે અમે નીકળી ગયાં છીએ, વિગેરે વાત કરી અને હવે સાર્થવાહની સાથે જ કુમાર તેમજ શાંતિમતી તામ્રલિપ્તિ નગરી તરફ આગળ વધ્યાં!