________________ ઘા રાજકુમારના હાથ ઉપર પડયો! રાજકુમાર ચેતી ગયો! તરત એ જ સાવધ થઈ એક હાથે પેલાના હાથમાંથી તલવાર ખેંચી થોડી ક જ પળોમાં ચારે તાપસોને ધૂળ ચાટતા કરી દીધા! ચારેબાજુ કોલાહલ ' વ્યાપી ગયો અવાજ થતા જ આજુબાજુમાં રહેલા સૈનિકો દોડી આવ્યા અને ચારેયને પકડી મહારાજા હરિફેણ પાસે લઈ આવ્યા ! | મહારાજા તો ક્રોધથી રાતો-પીળા થઇ ગયેલા મારા રાજ્યમાં કોઇ છે. દી એક નાનો પણ ગુનો થાય નહીં અને આ ચારેય ઢોંગી તાપસોનો વેશ લઇ રાજકુમારને મારવા સુધી પહોંચી ગયા! | ‘સાચું બોલજો ! તમે કોણ છો? રાજકુમારનો જીવ લેવા શું કામ તમે ત્યાં ગયા હતા? પેલા ચારેય ગલ્લાં તલ્લાં કરવા મંડયા!'. હજી કહું છું સાચું બોલો નહિંતર હમણાંને હમણાં ચારેયના | મસ્તક તલવારથી ઉડાવી દઇશ! ના! ના!! મહારાજા અમે તો ચિઠ્ઠીના ચાકર જેવા છીએ કુમાર વિષેણે અમને આ રીતે તાપસોના વેશે રાજકુમાર સેનને મારવા માટે મોકલેલા ક્ષમા કરો કૃપાનાથ! હવે જિંદગીમાં આવું અધમ કૃત્ય કોઈ દિવસ નહીં કરીએ!” ક gs, . - આ સાંભળીને રાજા તો એકદમ ક્રોધાયમાન થઇ ગયો! મારા ઘરમાં જ આ અંગાર ક્યાંથી પાક્યો ! ભલે કુમાર મારો પુત્ર હોય છતાં પણ જાય તો સૌનો સમાન જ સેવકો! પકડી લાવો વિષણને મારી સામે જ એનું મસ્તક ધડથી ઉડાવી દો! C' s જના કે પિતાજી! વિષેણ હજી બાળક છે નાદાનપણાને લીધે ઉતાવળથી ભૂલ થઇ જવાનો સંભવ છે. પણ તે પિતાજી! એના માટે આવી ( આકરી શિક્ષા ન હોય ! ગમે એમ તો મારો ભાઇ છે, એક તક