________________ ભલે સેનકુમાર નાનો છે છતાં પણ ભાઇ હરિફેણ એવો છે કે જે સેનને મારા કરતા પણ વધારે માને છે રાજવી પદ માટે પણ હરિફેણ લાયક જ છે. ચંપાના નગરજનોને જેમ મારા ઉપર સ્નેહ છે તેમ હરિષણ પ્રત્યેની પણ એમની ભક્તિ એવી જ છે, તો હવે હું શું કામ મારું આત્મકલ્યાણ ન સાધુ! આ ઉમંરમાં સુંદરમાં સુંદર આરાધના કરી શકાશે. ભાઈ હરિફેણ છોડવા તૈયાર નથી પણ જેને છૂટવું જ હોય એને કોણ રોકી શકે ? મહારાજા અમરસેનના પ્રવ્રજ્યા સ્વીકારવાના અડગ નિર્ણય સામે સહુ કોઇ ઝૂકી પડયા. નતમસ્તકે મહારાજાને વંદન કરવા લાગ્યા! - S. - યુવરાજ હરિફેણ હવે મહારાજા હરિફેણ થયા ! અને મહારાજા - અમરસેને મહામુનિ બની પોતાનું આત્મ-કલ્યાણ સાધી લીધું ! - કોઇ દિવસ હરિએણે એવું નથી બતાડયું કે વિષેણ પોતાનો પુત્ર છે માટે વધારે એનું લાલનપાલન થાય ઉલટાનું મહારાજા પોતાના પુત્રના પીલા ડંખીલા સ્વભાવથી દુ:ખી હતા. | ધીમે-ધીમે કુમારો મોટા થતા ગયા એક ગુણમાં તો બીજો અવગુણમાં - આગળ વધે છે વિણ તો મનમાં એજ માનીને બેઠો છે કે જ્યાં સુધી આ દુષ્ટ સેન હશે ત્યાં સુધી મને રાજ્ય મળવાનું નથી માટે એવો કોઈ ઉપાય કરું કે એનું કાસળ જ નીકળી જાય ! ઘણાં ઉપાયો કર્યા પણ રાજ્યના બુધ્ધિનિધાન મહામંત્રીની સમયસૂચકતાના કારણે બધા ઉપાયો એળે ગયા! મહામંત્રીશ્વર પણ વિષેણના આવા સ્વભાવથી ખૂબ દુ:ખી હતા! 87