________________ જ્યારે પેલી લક્ષ્મી જંગલમાં આમથી તેમ રખડતી, ભટકતી અંતે - વાઘથી ચીરાઈ મરણ પામી પાંચમી નરકમાં ચાલી ગઇ! ગુણસેન રાજકુમારનો જીવ. કમશ : સિંહ, શિખી, ધન, જય, અને ધરણ સ્વરૂપે બની. એક એક પગથિયું આગળ ચડી રહ્યો છે! જ્યારે, - પેલા મહાતપસ્વી અગ્નિશર્માનો જીવ. કમશ: આનંદ, જાલિની ધનશ્રી, વિજય અને લક્ષ્મી તરીકે બની દુર્ગતિની ગર્તામાં ધકેલાઇ રહ્યો છે! એક સૂક્ષ્મ! એવા વૈર બીજની પણ કેવી દારૂણ પરંપરા! (કોઇ કોઇ નો મિત્ર નથી કે કોઇ કોઇનો શત્રુ નથી, શત્રતા અને મિત્રતા કેવળ વ્યવહારના કારણે ને જ થાય છે. 85