________________ દાગીના લઇને ઉભો છે?' | મુનિ તો મૌન જ રહ્યા. તરત જ પકડીને મહારાજા પાસે લઇ ગયા. મહારાજાએ પણ પુછ્યું, પણ સાચું કહીશ તો આ સ્ત્રીને અનર્થકારી થશે એમ વિચારી મહામના મુનિવર તો મૌન જ રહ્યા. છે ઢોંગી ! કાંઇ બોલતો જ નથી જવ લઇ જાવ! એને ફાંસીએ ચડાવી દો! આવા ગુના મારા રાજ્યમાં ચાલશે નહીં. છે ક્રોધથી ધમધમતા મહારાજાનો આદેશ સાંભળી રાજસેવકો મુનિને લઇ શૂળીના પાટીયે આવી ચડ્યા! મુનિ તો આવા મરણાંત ઉપસર્ગમાં પણ સમાધિમાં લીન છે. ! ફાંસી આપનાર ચંડાલ હજી ગાળિયો ખેંચવા જાય ત્યાં જ સીધો ભૂમિ ઉપર પટકાઇ ગયો! આકાશમાંથી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ સાથે આકાશવાણી થઇ “મહામુનિ નિર્દોષ છે. એ દુષ્ટ સ્ત્રીના જ બધા કારસ્તાન છે, મુનિવર ઉપર ખોટું કલંક લગાવેલું છે.” રાજા તો દોડતો આવી મુનિવરના પગે પડી પોતાના અપરાધની ક્ષમાપના કરે છે. રાજસૈનિકો પેલી સ્ત્રીને શોધવા નીકળ્યા! પણ એ તો તરત જ ત્યાંથી ભાગી જ ગઈ! . | હમણાં બનેલા એવા એના પતિ સુવદનને પકડીને મહારાજા પાસે લઇ આવ્યા. સુવદને પણ મહારાજાને પોતાની લક્ષ્મીની અને મહામુનિ ધરણની બધી વાત કરી મહારાજા પણ આ સાંભળી આશ્ચર્ય પામી ગયા. સુવદન પણ ‘સંસારથી' કંટાળી સાધુ થઇ ગયો ! નાના ધરણમુનિ તો ત્યાંથી વિહાર કરી નિરતિચાર ચારિત્ર પાળી આયુષ્ય પૂર્ણ કરી સીધા અગિયારમાં આરણ દેવલોકના તેજસ્વી દેવ બની ગયા!