________________ છતાં પણ ગૃહિણી રૂપી લક્ષ્મી ન હોય તો ઘર શોભે નહિ!. “નહીં પિતાજી! હવે મને કોઈ સંસારના વિષયોનો મોહ રહ્યો જ નથી હવે મને પરણવાનો આગ્રહ કરતાં નહી”.... છે અને થોડા જ વખતમાં અહિદત્ત નામના તપસ્વી જ્ઞાની મહામુનિ પરિવાર સાથે માર્કદી નગરીમાં પધાર્યા...! ધરગશેઠ આ જ તકની રાહ જોતા હતા મહાત્માની મધુરી દેશનાના પ્રતાપે ધરણે તુરંત જ મહાકણે મેળવેલી એવી લક્ષ્મીને તણખલાની જેમ છોડી દીધી. સંસારના પ્રત્યેક પદાર્થોમાંથી મમત્વભાવને કાઢી સમત્વભાવને ધારણ કરવા ધરણશેઠ હવે ધરણ મુનિ બની ગયા ! થોડા જ સમયમાં તપ-ત્યાગમાં ખૂબ આગળ વધી આત્માને ઉન્નતિના માર્ગે વાળી દેનાર બન્યા... છે વિહાર કરતાં કરતાં તામ્રલિપ્તિ નગરીમાં ધરાણ મુનિવર પધાર્યા... સંધ્યાનો સમય થઇ ગયો છે. પક્ષીઓ કલ્લોલ કરતાં પોતાના માળામાં પાછા ફરી રહ્યા છે, ગાયો દોડી દોડીને પોતાના વાછરડાને મળવા માટે જઇ રહી છે, મંદિરોમાંથી ઘંટનાદ ગુંજી રહ્યા છે. ત્યારે ધરાણ મુનિવર ઉધાનમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બની ગયા છે. ત્યાં જ એક સ્ત્રી એમની સામે આવી પોતાના હાથે શરીર ઉપર ઉઝરડા કરી શરીર પરના ઘરેણાઓના ટૂકડા કરી મુનિની સામે મૂકી દે છે. અને જોરથી બૂમો પાડે છે, “બચાવો બચાવો આ ઢોંગી મુનિ મને લૂંટી રહ્યો છે.” બાજુમાં જ રહેલા રાજ સૈનિકો દોડતા આવી જાય છે “સૈનિકો પકડો આ ઢોંગીને! મારા ઘરેણા લૂંટતો હતો અને તમને આવતા જોઈ પાછો એણે ઢોંગ શરૂ કરી દીધો છે! “એય! સાધુ! સાચું બોલજે તું કોણ છે? કેમ આ બાઇના ' 83