________________ સુવદન સાર્થવાહના વહાણો મધદરિયે આવ્યા! ત્યાં તો જાણે | ઉલ્કાપાત ન થયો હોય એવા દશ્યો સર્જાવા લાગ્યા ! હંમેશા શાંત રહેતો સમુદ્ર ઉછળવા મંડયો! જોરદાર પવન સાથે વીજળીના કડાકા ને ભડાકા થવા મંડયા ! લોકો આ શું થયું એ વિચારે પહેલા જ જલની અધિષ્ઠાત્રી | દેવી પ્રગટ થઇ “મારે એક પુરૂષનો ભોગ જોઈએ ! એ નહિં મળે આ તો બધાને વહાણની સાથે ડૂબાડી દઇશ!'' - વહાણમાં બેઠેલાં બધા થરથરવા મંડ્યા એકબીજાની સામું જુએ છે પણ મરવા કોણ તૈયાર થાય! - અંતે પરોપકારી એવો ધરણ વિચારે છે મારા એકના મરવા માત્રથી - આટલા બધા બચી જતા હોય તો મરવું શું ખોટું છે? આમ [ પણ જીવનમાં એક વખત મરણ આવવાનું જ છે ને! મનમાં દઢ નિશ્ચય કરી પરમાત્માના નામનું સ્મરણ કરી ધરણે સીધો દરિયામાં કદકો માર્યો! છે છે પણ આ શું! આશ્ચર્ય! દરિયામાં પડે એ પહેલાજ ઉપરથી જતા એવા વિદ્યારે તેને ઝીલી લીધો! કે “પરોપકારપરાયણ ! મને ઓળખ્યો કે નહિં ? - “હું હેમકુંડલ વિધાધર તમે મને આકાશગામિની વિદ્યામાં મદદ કરી હતી તેજ હું છું. હવે ચાલો મારી સાથે મારા નગરમાં તમારી ભક્તિનો લાભ મને મળે !" કહી પોતાના નગરમાં લઇ જઇ સુંદર ભક્તિ કરી સારામાં સારા રત્નો -