________________ ઢગલાં ભેગા કરવા મંડયો! બધી ઈંટો ઉપર પાછું પોતાનું “ધરાગ’ એ નામ પણ લખવા મંડયો! - એમ કરતાં કરતાં દસ હજાર સોનાની ઇંટો ભેગી કરી લીધી...! હવે વિચારે છે કે કોઇ વહાણવટી આ તરફ આવે તો એની સાથે દેશમાં ચાલ્યો જાઉં...! હ રિ , - ઘણાં દિવસો બાદ સુવદન નામે ચીન દેશનો વહાણવટી પોતાના વહાણો લઇને આ સુવર્ણદ્વીપમાં આવી ચડયો. ધરણ સુવદનની સાથે | ભાડું નકકી કરી એના વહાણમાં પોતાની સોનાની ઇંટો સાથે બેઠો! પર સુવર્ણદ્વીપથી વહાણ પાછું વળવા લાગ્યું ! ત્યાં એ જ વહાણમાં અચાનક લક્ષ્મી મળી ગઇ! નાથ!... આપનાથી તે જંગલમાં છૂટી પડી ગઇ. આપની ઘણી શોધ કરી ક્યાંય પણ આપ મળ્યા નહિં. પ્રિયતમ! પ્રિયતમ! કહીને હું ચારે બાજુ રખડી જંગલના એક એક વૃક્ષે જઈને ઉભી રહી પણ હે નાથ ! આપ ક્યાંય મળ્યા નહિ.. પછી આ સજ્જન સાર્થવાહ મળી ગયા અને એમની સાથે આપણી નગરીમાં જ જવા નીકળતી હતી એમાં કુદરતી આ વહાણો જાણે આપણું મિલન જ ન થવાનું હોય એ રીતે સુવર્ણદ્વીપમાં આવી ચડયા.. ને હે. પ્રાણાધાર! મારા સદ્ભાગ્યે આપ મળી ગયા! અંતરથી તો એ જ વિચારતી હતી કે આ પાછો ક્યાં મને વળગ્યો! માંડ એનાથી છૂટી પડી હતી અને આ સુવદન સાથે મોજમજા કરી રહી હતી ત્યાં પાછી આ બલા આવી ચડી ! પણ બહારથી મીઠું મીઠું બોલી ધરણને ખુશ કરી દીધો!