________________ | છે ને સ્ત્રી ચરિત્ર! અંદરથી જરા પણ ઇચ્છતી ન હોવા છતાં | બહારથી કેવું મીઠું મીઠું બોલે છે! કે “જે થયું તે થયું. પણ હવે આપણને કોઈ વાંધો આવશે નહીં | તું હવે મનમાંથી કાઢી નાખ હવે તો હું તારી બાજુમાં જ છું. ને! - ત્યાંથી બંને જણા આગળ વધ્યા. ત્યાં જ સામેથી ભિલ્લોનું ટોળું આવ્યું બંનેને બાંધીને તેમના સરદાર પાસે લઇ આવ્યા ! મિત્રો! બહુ સરસ બત્રીસલક્ષણા યુગલને લઈ આવ્યા છો! ત્યાં તો ધરણના મોઢા ઉપર પલ્લી પતિની દૃષ્ટિ પડે છે! વિચારમાં પડે છે! આ તો પેલા સાર્થવાહ ધરણ જ નથી ને! | હે મહાપુરૂષ ! આપ જ ધરણ સાર્થવાહ!? | ‘હા કાલસેન!’ ‘મિત્રો! છોડી દો આ મહાપુરૂષને! એ તો મારા મહાન ઉપકારી છે! | ‘મહાપુરૂષ ! આમ કેમ એકલા આપની સાથેનો સાથે ક્યાં!” “જંગલમાં બધા લૂંટાઈ ગયા! અમે આમથી તેમ અથડાતા ભટકતા હતા એવામાં તમારા સેવકો અહીં લઈ આવ્યા!' | પલ્લીપતિ કાલસેને ધરણ અને લક્ષ્મીની થોડા દિવસો સુંદર સેવા કરી. છે હવે માર્કદી નગરી માતૃભૂમિ છોડયાને ઘણાં દિવસો વ્યતીત થઇ ગયેલા...! ધરણને માતા-પિતાની યાદ આવે છે! પદ્વીપતિ પાસેથી રજા લઇ ધરણ લક્ષ્મી ત્યાંથી માકંદી તરફ જવા નીકળે છે 74