________________ જ ધણીની તેં આવી હાલત કરી તો તું મારું શું ભલું કરી શકવાની ! જલ્દી ઉતારવા મંડ ઘરેણા અને પડ તારા રસ્તે !" - અંતે બધાં ઘરેણાં ઉતારવા પડયા! ખાલી ફાટેલતૂટેલ કપડા જ | બચ્યા ! ભર જંગલમાં બિચારી લક્ષ્મી એકલી અટુલી ભમવા માંડી. . હવે શું કરશે લક્ષ્મી! ફરીવાર એને ધરણનો મેળાપ થશે કે એ ! પણ એ પહેલા આપણે ધરણ ઉપર દષ્ટિપાત કરી લઇએ | ચોર અને લક્ષ્મીના ભાગી ગયા બાદ એ બિચારાનું થયું શું! . સવાર પડતાની સાથે જ યક્ષના મંદિરમાં સૂતેલા ધરણને મુદામાલ સહિત પકડીને ચોર તરીકે મહારાજાની પાસે લઇ આવ્યા. મહારાજાએ તુરત જ ફાંસીએ ચડાવવાનો હુકમ આપી દીધો! ! કે ફાંસીના માંચડે ધરણને બાંધી દીધો છે. છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે એ જ વખતે ફાંસી આપનાર ચંડાલ કહે છે એય ચોર ! 1 જરા ઉચું તો જે અત્યાર સુધી નીચું મોટું રાખીને જ રહેલો છે! હવે તારા ભગવાનને સંભાર! તું હવે બે ચાર પળોનો મહેમાન | ધરણે જરાક મોટું ઉંચું કર્યું ત્યાં તો જે ફાંસી આપનાર ચંડાલ | હતો તે ચમકી ગયો! ક જ | ‘અહો! આ તો મારા જીવનદાતા મહોપકારી ધરણ છે. એને - હું ફાંસીએ ચડાવું! એ સજ્જન કોઇ દિ' આવું કામ કરે તેમ નથી. આ તો રાજા વગર વિચાર્યું પાડાનાં વાંકે પખાલીને ડામ કે એ મુજબ આને મારવાનો હુકમ કર્યો લાગે છે. આ કામ “હે મહાપુરૂષ! મને ઓળખો! હું તે જ મૌરિક ચંડાલ કે મને