________________ છેલક્ષ્મીને તો ધરણની સાથે રહેવું એક પળ પણ ગમતું ન હતું તેથી રસ્તામાંથી જ ધરણને છોડીને લક્ષ્મી તો ચાલી ગઇ! ધરણે ઘણી શોધખોળ કરી પણ ક્યાંક મળી જ નહીં! અંતે માર્કદી નગરીમાં ધરણ આવ્યો! માતા-પિતાને મળ્યો! પણ અત્યારે હૈયુ વ્યથિત હતું કે લક્ષ્મીનું શું થયું હશે ? છે તેથી જ થોડા દિવસોમાં ફરી પાછું કમાવા માટે તેમજ લક્ષ્મીની શોધ માટે ધરાણે માર્કદી નગરી છોડી ! ધરણ ફરતો ફરતો વૈજયંતી નગરીમાં આવી ચડયો! ભાગ્યે ત્યાં એને યારી આપી! ખૂબ ધન કમાણો! ત્યાંથી વિશાલ ઋધ્ધિ સાથે ધરણ વહાણમાં આગળ વધી રહ્યો છે. ત્યાં તો મધદરિયે વહાણ ભાંગીને ભૂક્કો થઇ જાય છે! પર ધરણની બધી ઋધ્ધિ સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ! પણ હજી એનું આયુષ્ય મોટું છે તેથી જ એને આવા ભયંકર સમુદ્રમાં પણ પાટીયું મળી જાય છે! એના ઉપર બેસી તરતા તરતા ધરણ સુવર્ણ દ્વીપમાં આવી ચડ્યો! ‘સુવર્ણદ્વીપ! કે જ્યાં સોનાનાં તો ઢગલે ઢગલાં હોય! આવા દ્વીપમાં આવવું પણ બહુ કઠણ ગણાતું. ભાગ્યેજ વર્ષમાં એકાદ વાર કોઇ વહાણવટી એનું પુણ્ય જાગૃત હોય તો ત્યાં પહોંચી શકતો! બાકી તો એ રસ્તોજ એવો વિકટ, દુર્ગમ હતો કે ત્યાં પહોંચવું અને સહીસલામત પાછા વળવું ! એ તો ભાગ્યે જ બનતું! આવા જાહોજલાલીવાળા દ્વીપમાં ધરણ આવી પહોંચ્યો! જ્યાં જુએ છે ત્યાં સુવર્ણ! સુવર્ણ! રાજીનો રેડ થઇ ગયો! સોનાની ઇંટોના 75