________________ - સોમદત્ત પણ આનંદ પામી ફરી નમસ્કાર કરી ત્યાંથી નગર તરફ ચાલ્યો જાય છે. નગરના જ રત્ન એવા મહામેઘાવી શિખી મુનિવર પરિવાર સાથે મહારાજા નગરના શ્રેષ્ટિવર્યો આદિ બધા નગરવાસીઓ શિખી મુનિવરની સંસારનિસ્તારક દેશના સાંભળી માથું ધુણાવી રહ્યા છે. | ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી ! આવા મહાવિદ્વાન મુનિવરનાં પગલાં - કોશપુર નગરમાં થયા. છે માતા જાલિની પણ અંતરમાં વેષભાવને અકબંધ રાખી.. બહારથી આજીજીભર્યા સ્વરે પશ્ચાતાપ કરતી ન હોય એવો દેખાવ કરતા કહે છે. પર કી લીલી પર ‘મુનિશ્રેષ્ઠ! મેં આપનો ઘણો અપરાધ કર્યો છે. આપની સગી એ જનેતા હોવા છતાં પણ હું શું કરતી હતી ? એ વિચારી મારૂં હૈયું ભરાઇ જાય છે. હવે હું કયે ભવે છૂટીશ ! - આંખમાં આંસુની ધાર વરસાવતી એવી માતા જાલિનીનાં વચન સાંભળી મુનિવર કહે છે. જો “માતા ! હવે પશ્ચાતાપ કરવો હિતકર નથી ! સુંદર રીતે ધર્મ, આરાધનામાં લીન થઇ જાવ! પુત્રને પોતાના ઉપર વિશ્વાસ બેસી જાય એવા એક જે મલિન આશયથી કપટભાવે જાલિનીએ શ્રાવકને યોગ્ય આણુવ્રતો અને બીજા પણ નાના મોટા વ્રતો અંગીકાર કર્યા. આ 39