________________ ભવ - 4 () ધન - ધનશ્રી ( સુશર્મ નગરના કોટયાધિપતિ વૈશ્રમણ સાર્થવાહ અને ભાગ્યશાલિની | શ્રીદેવીનો એકનો એક પુત્ર ધન એટલે પાંચમાં દેવલોકમાંથી અવીને આવેલો મહારાજા ગુણસેનનો જીવ. 2 - એજ નગરના પૂર્ણભદ્ર શ્રેષ્ઠિની એકાકિની પુત્રી ધનશ્રી સાથે યોગ્ય વયે ધનના લગ્ન પણ ધામધૂમથી થયાં... કે ધનને ધનશ્રી પ્રાણથી પણ પ્યારી હતી. જ્યારે ધનશ્રીને ધન દીઠો પણ ગમતો ન હતો ! છે ને કર્મની બલિહારી ! અગ્નિશર્માનો જીવ.. આનંદ - જાલિનીમાંથી આ ભવમાં હવે ધનશ્રી તરીકે ગુણસેનના જીવને ભટકાઇ પડયો પહેલામાં પુત્ર.. બીજામાં માતા ત્રીજા ભવમાં પત્ની તરીકે....! - સુશર્મ નગરના સમૃધ્ધ સાર્થવાહ સમૃધ્ધદત્તની સમૃધ્ધિ તે સમયે અપાર હતી એની ઉદારતા પણ એવા જ પ્રકારની હતી યાચકોને છૂટે હાથે ધન આપવામાં એ જરા પણ પાછી પાની કરતો નહિ.. . કે એક દિવસ ધન પોતાના મિત્ર નંદકને કહી રહ્યો છે. “ખરેખર આ સમૃધ્ધદત્ત જેમ લક્ષ્મીથી સમૃધ્ધ છે એમ સદ્ભાગ્યથી પણ સમૃધ્ધ છે “શી એની ઉદારતા છે? | ‘મિત્ર! તારી પાસે પણ ક્યાં ધન ઓછું છે? તારા પિતાજીએ " તને કયા દિવસે દાન આપવાની ના પાડી છે. વાપરવા મંડ... અને પુણ્ય કમાઇ લે!' મિત્ર નંદકની વાત સાંભળી તરત જ ધન કહે છે. “ભાઈ! 43