________________ તમારા વગર હું કઈ રીતે જીવીશ...! અંદરથી આનંદ પામતી અને બહારથી રડતી એવી ધનશ્રીને સેવકોએ નંદકે આશ્વાસન આપ્યું. હવે થઇ ગયું તે થયું હવે સંતાપ કરો નહીં.' કે થોડા જ દિવસોમાં વહાણો તો કૌશાંબી નગરીમાં આવી ગયા. ' હવે ધનથી ! નંદક બંનેએ નિર્ણય કર્યો કે આજ નગરીમાં રહી જવું. મુ નંદકનું નામ બદલાઇ ગયું ! પણ એક વખતનો સુશર્મ નગરના ધનશ્રેષ્ઠિનો સેવક નંદક આજે કૌશાંબી નગરીનો ધનાઢય સમુદ્રદત્ત શ્રેષ્ટિ થઇ ગયો! | ધનથી પણ એની પત્ની તરીકે ગોઠવાઇ ગઇ. એ બન્નેને તો એમ જ હતું કે હવે આ ભવમાં તો ધનનું મિલન થવાનું જ નથી..! હાશ ! પણ બાળકો કહેવત છે ને રામ રાખે તેને કોણ ચાખે!” ધનશ્રી ભલેને ધનને મારવાનો ગમે એટલો પ્રયત્ન કરે પણ ધનના ભાગ્યમાં તો હજી મુનિ બનવાનું સદ્ભાગ્ય લખાયેલું હતુ. તેથી જ ધનને સમુદ્રમાં પડતા જ પાટિયું મળી ગયું. સાત દિવસ સુધી સમુદ્રમાં અથડાતો અથડાતો એ એક કિનારે પહોંચ્યો. જરાક આગળ વધે છે. ત્યાં મહાત્માના ધનને દર્શન થયા, દર્શન થતાં જ ધન ભાવપૂર્વક મુનિને વંદન કરે છે. ‘ભાગ્યશાલી ! મને ઓળખો છો! ‘મહાત્મા! આપ તો ત્રણે જગતને વંદનીય ગણાઓ- દેવતાઓ પણ આપને નમસ્કાર કરે છે રત્નત્રયીના આપ સ્વામિ છો આપને 49