________________ ભવ - 6 ] | . ( )) ધરણ લક્ષ્મી ( ) માર્કદી નગરીના દાનવીર શ્રેષ્ટિ બંધુદત્ત અને શીલવતી માતા હારપ્રભાનો પુત્ર ધરણ અતિ ભાગ્યશાલી તો ખરો જ કારણ કે માતાના ઉદરમાં આવતા જ માતાએ શાસનદેવીને જોયેલા. આવો પુણ્યશાળી પુત્ર શાંત ધીર ગંભીર હોય એમાં નવાઈ શી? યાચકોને તો એ કલ્પવૃક્ષ જેવો લાગતો હતો. એ 1 એ જ નગરમાં રહેતા ગર્ભશ્રીમંત શ્રેષ્ઠિ કાર્તિકની સોહામણી પુત્રી લક્ષ્મી સાથે ધરણનું પાણિગ્રહણ થયું. લક્ષ્મી હતી તો ચતુર, વિનયી પણ કોણ જાણે ધરણની સાથે થયેલા પોતાના લગ્ન એને ગમતાં હતાં નહીં. છે જેમ લક્ષ્મી વધતી જાય એમ માણસોમાં દુર્ગુણો વધતાં જાય. એમ આ લક્ષ્મી પણ જેમ વધવા લાગી એમ હવે સદ્ગુણોની બદલે દુર્ગુણોની ખાણ બનવા લાગી! - છતાં પણ ધરણ તો એના ઉપર અતિ પ્રેમભાવવાળો હતો તેથી જ એનો સંસાર ઠીક ઠીક ચાલ્યા કરતો હતો! - એમાં વળી એક દિવસ એવો પ્રસંગ બની ગયો કે શ્રેષ્ઠિ પુત્ર ધરણ અને એ જ નગરીનો બીજો ગર્ભશ્રીમંત એવો દેવદત્ત શ્રેષ્ઠિપુત્રએ બન્ને પોતપોતાના રથને લઇ, [ માંકદી નગરીના સાંકડા રાજમાર્ગ ઉપર આવી ગયા છે. બંને શ્રીમંત પિતાના નબીરા છે! બંને યુવાન છે યુવાનીની સાથે થોડી અક્કડતા પણ છે! બંનેમાંથી