________________ આનાકાની છતાં પણ છેવટે આશીર્વાદ મેળવીને ધરણ પોતાનું ભાગ્ય અજમાવવા માટે ચાલ્યો. તે આ રસ્તામાં જતાં જંગલમાં હેમકુંડલ નામનો વિદ્યાધર પોતાની વિદ્યાસાધના કરી રહ્યો હતો પણ વિદ્યા કોઈ પણ ઉપાયે સિધ્ધ થતી નહિ વિદ્યાનું પદ એ ભૂલી જ જતો હતો, પણ ધરણ ત્યાં આવવાથી એની હાજરી માત્રથી એ વિદ્યાધરની વિદ્યા સિધ્ધ થઇ ગઇ. | હેમકુંડલ વિદ્યાધર ધરણ ઉપર ખૂબ પ્રસન્ન થઈ ગયો અને ગમે તેવા ઘા લાગ્યા હોય છતાં પણ એ ઘા રૂઝાઈ જાય તેવી ‘વ્રણરોહણ” નામની ઔષધિ વિદ્યાધરે ધરણને આપી. | ધરણ તો ત્યાંથી આગળ વધે છે આગળ વધતાં" - વધતાં ગાઢ જંગલમાં આવે છે, ત્યાં એક ભીલ યુવાન રડતો હતો. | પરોપકારી ધરણ એને પૂછે છે ‘ભાઈ! કેમ રહે છે? તારા ઉપર એવી શું આપત્તિ આવી છે?” હા હે આર્યપુરૂષ! અમારો નાયક કાલસેન નામે પલ્લીપતિ છે. એનાં સાંનિધ્યમાં અમે આનંદપૂર્વક દિવસો પસાર કરી રહ્યા હતા એ એવો પરાક્રમી છે કે શત્રુઓ તો એનું નામ સાંભળીને જ ભાગી જાય! એક દિવસ એવું બન્યું કે એ પલ્લીપતિ જંગલમાં એકલા તલવાર લઇને જઇ રહ્યા હતા! સામે જ વનરાજ કેસરીસિંહ મળ્યો. કેસરીસિંહે પલ્લીપતિ ઉપર હુમલો કર્યો પરાક્રમી પલ્લીપતિએ તરત જ શૌર્યતાથી તલવારથી કેસરીસિંહને હણી તો નાંખ્યો પણ એની સાથે યુદ્ધમાં પલ્લીપતિના મસ્તક ઉપર બહુ ઇજા થઈ ગઈ! હવે આ રીતે જીવવું એ શું કામનું એમ વિચારી પલ્લીપતિ મરવા માટે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થઈ ગયો છે એની પાછળ એની પત્ની કે જે ગર્ભવતી | 65