________________ અંતે ધરણે પોતાના જંઘમાં જાતે કટારમારી લોહી કાઢી લક્ષ્મીની તૃષા શાંત કરી ! તે પોતાના શરીરનો ઘા પેલી ઔષધિથી રૂઝાવી દીધો! ત્યાંથી આગળ વધતા મહાસર નગરની બહાર યક્ષના મંદિરમાં બંને જણા સૂઇ ગયાં. ! - ક ક કિસ - અમાસની અંધારી રાત છે આ બંને ભરનિદ્રામાં પોઢેલા છે ત્યાંજ એક ચોર ઘરેણાનું પોટલું લઇ મંદિરમાં દાખલ થયો! અંદર જાય છે ત્યાં જ્યાં લક્ષ્મી સૂતેલી એના હાથ ઉપર ચોરનો પગ આવ્યો. ચોર તો યક્ષની મૂર્તિ પાસે પહોંચી જાય છે ત્યાં એની પાછળ ' જ લક્ષ્મી આવી એના ખભા ઉપર હાથ મૂકી કહે છે. | ‘તું કોણ છે? અહીં આવવાનું કારણ શું ?" - “ચંડરૂદ નામે ભયંકર ચોર છું. રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો . રાજાના સૈનિકો મારી પાછળ પડેલા છે હમણાંજ આ મંદિરમાં આવશે અને મને પકડી લેશે પણ આવી અંધારી રાતે અહીં મંદિરમાં એકલી એવી તું કોણ છે?” - “માર્કદી નગરીના ધરાણ શ્રેષ્ઠિની સ્ત્રી છું. મારા પતિ અહીં સૂતા છે લોકો ભલે પતિ-પત્ની તરીકે અમને માને પણ મને તો મારા પતિદેવ જોવા પણ ગમતાં નથી ! હું કોઇ મારા પ્રિય પાત્રની જ શોધ કરી રહી હતી અને એવામાં તું મળી ગયો છે જો તું મારી વાત માન! અને મને પત્ની તરીકે સ્વીકારી લે તો હું એવો ઉપાય કરું કે તને રાજાના સૈનિકો હાથ પણ લગાડે નહીં!” ‘એ કઈ રીતે બને? 69