________________ ઝ જંગલમાં પત્ની લક્ષ્મીની તૃષા છીપાવવા માટે ધરણ પોતાની જાંઘમાં કટાર મારી જ લોહી કાઢે છે! ત્યાંથી ફરતાં ફરતાં ધરણ લક્ષ્મીની સાથે અચલપુર ગયા. ત્યાં ભાગ્યયોગે ધરણ ખૂબ કમાયો. ત્યાંથી ઋધ્ધિ સહિત પરિવાર સાથે સાર્થની સાથે રસ્તામાં ખૂબ આનંદ આવી રહ્યો છે. માર્ગમાં કાદંબરી નામનું જંગલ આવ્યું. એ ભયંકર જંગલમાં લૂંટારાઓએ - ધરણ અને લક્ષ્મી જાન બચાવવા માટે ત્યાંથી ભાગી નીકળ્યા! રસ્તામાં લક્ષ્મીને ખૂબ તરસ લાગી! પાણી વિના તરફડવા મંડી! આવા જંગલમાં પાણી ક્યાંથી મળે! 68