________________ છે એ પણ અગ્નિમાં પડીને મરવા તૈયાર થઈ ગઈ છે. આવા પરાક્રમી પરોપકારી એવા પલ્લીપતિની આ સ્થિતિથી અમારી આખી પલ્લી શોકાતુર થઈ ગઈ છે. | બધાની આંખમાંથી આંસુઓની ધારા વરસી રહી છે. અમે બાપડાં શું કરી શકીએ? અમે એમને વ્યાધિમાંથી ઉગારવા માટે અસમર્થ છીએ. અમે હવે અનાથ થઇ જવાનાં છીએ રડવા સિવાય બીજું શું કરીએ? C CC - ‘ભાઈ! તું શોક કર નહિ? હમણાં ને હમણાં મને તારા પલ્લીપતિ પાસે લઈ જા મારી પાસે ઔષધિ છે એનાથી કદાચ એમનો ઘા રૂઝાઈ જાય!” જ પેલો ભોળો યુવાન તો ધરણને વળી કોઈ દેવદૂત જેવો માનવ લાગ્યો! તરત જ ધરણને પલ્લીમાં પલ્લી પતિ પાસે લઇ આવ્યો. | ધરતી ઉપર સૂતેલા આંખ બંધ છે જેની એવા પલ્લી પતિની પાસે જઈ તરત જ ધરાણ કહે છે પાણી લાવો! - વિદ્યાધર પાસેથી મેળવેલી ઔષધિ દ્વારા ધરણે પદ્વીપતિનો ઘા રૂઝાવી દીધો! અત્યાર સુધી અસહ્ય વેદનામાં કાલસેન કણસતો હતો, પણ ઔષધિના ઉપાય દ્વારા એને અતિ રાહત થઇ ગઈ. કે તરત જ ઉઠીને ધરણના પગમાં પડે છે. “હે મહાપુરૂષ! તમે તો મારા પ્રાણદાતા છો ખરેખર આવા જંગલમાં આપ ન મળ્યા હોત તો...! કૃપા કરી મને કામ બતાવો અને આપના ઉપકારમાંથી કાંઇક અઋણી બનાવો!” આ ‘ભાઈ! તારા આયુષ્યના કારણે તું બચી ગયો છે! બાકી તો " હવે એક નિર્ણય કરી લે કે સર્વ જીવો પ્રત્યે દયા રાખ! કોઇપણ