________________ 1 મહારાજા કરગરે છે. | “હે સ0જન પુરુષ મેં વગર વિચારે, ઉતાવળમાં જ ભયંકર ભૂલ કરી. મારા અપરાધની ક્ષમા કરો. જો આપ ન આવ્યા હોત તો મારા પુત્રનું ઝેર કોણ ઉતારત ! હવે કૃપા કરી અહીં જ રહો.” કે “મહારાજા આ તો મેં મારું કર્તવ્ય અદા કર્યું છે. હવે કૃપા કરી મને રજા આપો મારા નગરમાં જવાની મને ખૂબ ઇચ્છા છે ઘણાં દિવસો થઇ ગયા માતા પિતા પણ ખૂબ યાદ કરતાં હશે. મહારાજાએ પણ ધનનું સારું બહુમાન કરી ધનને વિદાય આપી સુશર્મનગરમાં ધન પહોંચી ગયો. માતાપિતા પણ ધનના ઘણાં વર્ષો બાદ દર્શન થવાથી ખુશ થઈ ગયા. ધનશ્રીનું ચરિત્ર જાણી માતા-પિતાએ ધનને ફરી લગ્ન કરવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ હવે ધનનું મન સંસારમાંથી ઉઠી ગયું હતું. સંસારના બધા પદાર્થો અને હવે દવલાં લાગવા મંડયા. એનો અંતરાત્મા હવે સુગુરુની ખોજ કરી રહ્યો હતો તેવામાં જ પૂ. આ. યશોધર સૂ. મ. સપરિવાર સુશર્મનગરીનાં ઉધાનમાં પધાર્યા. આચાર્ય ભગવંતની સંસાર નિસ્તારક એવી દેશના સાંભળી ધને નકકી કરી લીધું કે હવે સુગુરુ મળી ગયા છે. તો એમનાં ચરણોમાં ઝુકાવી દઉં. | માતા-પિતાની અનુમતિ લઇ સંપત્તિનું દાન કરી ધન માનવમાંથી હવે મહામુનિ બની ગયા. જ્ઞાન, ધ્યાન, તપ, સંયમના કારણે થોડા જ વખતમાં ધનમુનિને સંયમજીવનની મસ્તીમાં અનેરો આનંદ આવવા લાગ્યો. ધનશ્રી, નંદક આદિ બધાને ચિત્તમાંથી વિદાય આપી દીધેલી તેવામાં જ વિહાર કરતાં ધનમુનિ કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા ગોચરી ટાઈમે એક 54