________________ કે મહારાજા સમુદ્રદત્તને ત્યાં તપાસ કરાવે છે. પણ આ વાતની બહારથી જ ખબર પડી જતાં પેલો સમુદ્રદત્ત નામધારી નંદક ત્યાંથી પહેલેથી જ નાસી ગયેલો હોય છે. તે | મહારાજા સુશર્મ નગરથી એના પિતા પૂર્ણભદ્ર શ્રેષ્ઠિને બોલાવે છે. આંખે આંસુ વહાવતો પૂર્ણભદ્ર શ્રેષ્ઠિ મહારાજાને કહે છે. | ‘સ્વામિનાથ! શું કરું! આ સ્ત્રીએ તો મારું કુળ લજવ્યું છે. મેં ઉત્તમ એવા ધનશ્રેષ્ટિ સાથે એને પરણાવી એકવાર તો દગો આપી સમુદ્રમાં નાંખી દીધા અને અંતે મુનિ બનેલા એવા એ મહાપુરૂષનો ઘાત કરીને જ રહી. મહારાજા ! એને જે સજા આપવી હોય આપો મારે આ કાળમુખીનું મોઢું પણ જોવું નથી. | રાજાએ એને દેશનિકાલ કરી દીધી. આમથી તેમ ભમતી અંતે સર્પદંશ દ્વારા મૃત્યુ પામી ત્રીજી નરકની મહેમાન બની ગઈ! બાળકો! વિચારો પ્રથમ ભવથી શરૂ થયેલા વૈરના બીજે અગ્નિશર્માના જીવને કેટલી હદે નીચે ઉતારી દીધો! જ્યારે ગુણસેનકુમારનો જીવ ઉપશમભાવમાં આગળ વધતાં વધતાં સમતાને ચરિતાર્થ કરી છેક સહસ્ત્રાર દેવલોકનો સ્વામી બની ગયો! | ક્ષમા આપવી ઉત્તમ છે. પણ ભૂલી જવું એના કરતાં પણ વધુ ઉત્તમ છે. 58