________________ જ પૂર્ણ કરી નાંખ્યું. કોણ જાણે એને જોઉં છું અને મારા અંતરમાં દાહજ્વર સળગી ઉઠે છે.' કહી “એય કપિલા જો તો તપાસ કરી આવ આ મહાત્મા ક્યાં ઉતર્યા છે. એક જ ? | શેઠાણીજી! નગર બહાર ઉદ્યાનમાં ઉતરેલા છે. લોકો કહે છે | બહુ પ્રભાવક મહાત્મા છે. આખી રાત ઊભા ઉભા ધ્યાન ધરે પા | | | બહુ સારું! દાસી પાસેથી મહાત્માની માહિતી મેળવી ધનથી ખુશ થઇ ગઇ. જલ્દી રાત્રી પડે અને જલ્દી મારું કામ પતાવું એ જ વિચારણામાં દિવસ પૂર્ણ થઇ ગયો. રાત્રે નંદકને વાત કરી કે- ‘મેં પાદર દેવીની માનતા માનેલી છે માટે હમણાં હું દેવીની પૂજા કરીને આવું છું.' " એમ કહી સીધી જ્યાં મુનિ હતાં એ ઉદ્યાનમાં આવી ગઇ. ઉધાનમાં ધનમુનિ પ્રશાંત ભાવે કાઉસ્સગ્ગ મુદ્રામાં લીન હતા. કોઇ ઘાતકી પણ અહીં આવે અને આ મહાત્માની પ્રશાંત મુદ્રા જુએ તો એનું હૈયું પણ ગદ્ગદ્ થઇ જાય એના અંતરમાં પણ ભક્તિના પૂર ઉમટી પડે. પણ અહીં તો અંધારી રાત્રીના આવરણ નીચે આવેલી આ નારીના હૈયાની વાત જુદી હતી મુનિને જોઈને જ મુખ ઉપર ખુન્નસનાં ભાવો ઉભરાઇ ગયા! કે “હાય! હું મૂખી! મારવા તો આવી પણ સાથે છરી તો ન લાવી ! નહિંતર હમણાં જ આ પાખંડીનું ડોકું ઉડાવી દેત’ છે પણ જેને હત્યા જ કરવી છે, એને સાધનોની ક્યાં ખોટ છે! આમથી તેમ જોતા જોતાં થોડે દૂર જ એક તૂટેલું ગાડું પડેલું જોઇને