________________ [ , સલામત રાખનારો પેલો ભીષ્મ તપસ્વી અગ્નિશર્મા! કે મહારાજા સુરતેજનું અચાનક પરલોકગમન થવાથી વડીલ ભ્રાતા જય કાદીનો મહારાજા થયો. એક આવા ઉદાર પ્રજાપ્રિય સરળ રાજવીની છત્રછાયામાં કાકંદીની પ્રજા પણ ખૂબ સુખી હતી. પણ એકજ જીવ દુ:ખી હતો ! એ એનો સગો ભાઈ વિજય! જે ભવોભવથી વેરને કારણે એનું લોહી ચૂસવા | માટે તલસે છે! | મહારાજા યે એક શુભ રાત્રિએ સ્વપ્નમાં મુનિને દેશના આપતા જોયા ! હજી જાગૃત થઇને સવારમાં સ્વપ્નનો વિચાર કરે છે. ત્યાંજ ઉધાનપાલકે વધામણી આપી “મહારાજા! સનતકુમાર નામના મહાજ્ઞાની મુનિવર ઉધાનમાં પધાર્યા છે!” ઉદ્યાનપાલકને ખુશ કરી મહારાજા સપરિવાર મહાત્માને વંદન કરવા | માટે જાય છે. વૈરાગ્યપ્રેરક એવી મહાત્માની દેશના સાંભળી જય રાજવીનું મન સંસારમાંથી રાજ્યકાર્યમાંથી વિમુખ થઈ ગયું! આ દેહથી ભલે જયરાજા કાકંદીમાં છે પણ મનથી તો મુનિની દેશના જ એમને મીઠી-મીઠી લાગે છે. એનાજ રટણમાં છે. આ બાજુ નાનો ભાઇ વિજ્ય કેટલાયે ષડયંત્રો કરીને રાજ્ય મેળવવા માટે મથે છે. પણ ભાગ્ય એને યારી આપતું નથી...! પણ ઉદારદિલ સજન એવો રાજવી નાનાભાઈ વિજ્યને અંતે રાજગાદી સોંપી આત્મકલ્યાણના માર્ગે ચાલી નીકળે છે. રાજવી જય હવે રાજર્ષિ જય બન્યા ! કાંકદીની પ્રજાએ રાજર્ષિના ત્યાગને ભાવભીની અંજલિ આપી ! કે જયમુનિને સંયમ ગ્રહણ કર્યાને બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયા છે!