________________ | કોણ ન ઓળખે! વિક ભદ્ર! ખરેખર કહું તો આ મને મળ્યું એમાં પણ નિમિત્ત તો તમે જ છો જો મને જુગારીને તે દિવસે જુગારીઓ પાસેથી ન બચાવ્યો હોત અને શિખામણ ન આપી હોત તો હું અત્યારે આ સ્થાન ઉપર હોત નહિ. ! ‘ભગવંત! આપને શિખામણ આપનાર એવા મેં પોતેજ શિખામણ ગ્રહણ ન કરી. એના કારણે આ સંસારમાં અહીંથી ત્યાં રખડી રહ્યો છું. ખરેખર આપે તો બહુ ઉત્તમ કાર્ય કર્યું.” જ્ઞાની મુનિએ ધનની ઇચ્છા ન હોવા છતાં પણ સર્પના ઝેરને ઉતારવાનો મંત્ર ધનને આપ્યો. ત્યાંથી આગળ જરાક વધે છે ત્યાં જ રસ્તામાં રત્નનો હાર પડેલો જોયો. કહીને કરી પ્રક કે પહેલા તો ધન એની તરફ દષ્ટિ નાંખીને આગળ વધવા મંડે છે પણ અંદર લોભના કીડાએ સળવળાટ કર્યો. જ લઇ લેને આ હાર ! આવા જંગલમાં કોઇ જોતું નથી તું ક્યાં ચોરી કરવા ગયેલો ! આ તો સામેથી જ આવો મહામૂલ્યવાન હાર મળી ગયો છે. અત્યારે તારે જરૂર પણ છે જ હવે જ્યારે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે મોટું ધોવાની જરૂર નથી ઉઠાવ હાર! નાંખી દે ખિસ્સામાં..! અવળચંડા મનની અવળી સમજાવટના કારણે સત્વશાલી ધન પણ ધનના લોભે ચલાયમાન થઇ ગયો અને હારને લઇ લીધો. આગળ વધતાં વધતાં એ શ્રાવસ્તી નગરીમાં પહોંચે છે. શ્રાવસ્તી 50