________________ નગરના મહારાજા વિચારધવલ આજે બહુ વિચલિત થઇ ગયેલા છે. રાજપુત્રી મહામૂલ્યવાન હાર પહેરીને સમુદ્રકિનારે ફરવા ગઈ છે. કલાકો થઇ ગયા પણ હજી પાછી આવી નથી એની સાથે ગયેલી સખીઓના પણ કોઇ સમાચાર નથી મહારાજાએ ચોમેર તપાસ આદરેલી છે સેવકો આમથી તેમ દોડાદોડ કરી રહ્યા છે. શ્રાવસ્તીના બધા પ્રવેશદ્વારો ઉપર સખત ચોકી લાગી ગઇ છે. કે ત્યાં જ નગરની અંદર ધને પ્રવેશ કર્યો એની જડતી લેતા એની પાસેથી રાજકુમારીનો રત્નાવલી હાર મળી આવ્યો. તરત જ સેવકો મહારાજા પાસે ધનને બાંધીને લઇ ગયા. “રાજકુમારીનો હાર ચોરનાર આ નક્કી રાજકુમારીનો હત્યારો જ હશે” એમ માની વગર વિચારે મહારાજા વિચારધવલે ધનને 1. ફાંસીના માંચડે ચડેલો શ્રેષ્ઠિપુત્ર ધન!