________________ એવો તો વળી કયો ઉપાય એના મગજમાં આવી ગયો! મેઘવન ઉદ્યાનમાં આજે માતા જાલિની શિખી મુનિવરને અત્યંત આગ્રહ કરી રહી હતી. આ આ આહાર લઇને મારો ઉધ્ધાર કરો આટલો તો માતાનો અત્યંત આગ્રહ મુનિવર ટાળી શક્યા નહિ અને હળાહળ ઝેરથી મિશ્રિત મોદકો માતાએ મુનિવરને વહોરાવી દીધા. ભોળા મુનિવરે માતાએ વહોરાવેલા લાડવાઓ વાપર્યા અને તરત જ મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડયા બધા સાધુઓ ભેગા થઇ ગયા.... શું થયું? થયું? હા-હાકાર વ્યાપી ગયો. શાસનના શણગાર મહામેઘાવી એવા શિખીમુનિવર આમ એકાએક અકાળે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા... કરતાં માતા ઉપર જરા પણ દ્વેષભાવ નહિ રાખતાં પોતાના જ કર્મની નિંદા કરતા પરલોકના પંથે સીધાવી ગયા. અને પાંચમાં દેવલોકમાં સામાનિક દેવ તરીકે ઇંદ્રની સ્મૃધ્ધિ ભોગવતા એવા મહર્ણિક દેવ થયા. - કોશપુર નગરમાં અરેરાટી છવાઇ ગઇ! કેવી દુષ્ટા! કે જે સાધુ એવા પોતાના પુત્રને પણ મારતા જરા પણ અચકાણી નહિ... પુત્રઘાતિની જાલિની! મુનિહત્યારી... જાલિની.. ! 41