________________ - ધનશ્રી ધન કરતાં નંદક ને જ પતિ તરીકે માનતી હતી! ધનશ્રી અને નંદક ને સાથે લઇ ધન તામ્રલિપ્તિ નગરે પહોંચ્યો.. પણ ધન જે કંઈ થોડું ઘણું કમાતો હતો એ આ નંદક અને ધનશ્રી મોજથી ઉડાવતા હતા. કે ધન વિચારે છે કે અહિ વ્યાપારમાં બહુ લાભ થાય એમ દેખાતું નથી આના કરતાં તો સમુદ્રમાર્ગે જઇએ, સમુદ્ર ખેડીએ તો કંઇક લાભ થાય! - ધનશ્રી ધનનો વિચાર જાણીને રાજી રાજી થઈ ગઈ વિચારે છે કે “સારું થયું!! હવે આને દરિયામાં જ નાંખી દઇશ કાયમની ઐષ્ઠિપુત્ર ધન સમુદ્ર તરફ જઈ રહ્યો છે. રસ્તામાં એક જુગારીને બીજા જુગારીઓ મારી રહ્યા છે 45