________________ મારી પાસે ક્યાં ધન છે? પિતાજીએ ધન કમાવેલું છે અને, હું વાપર્યા કરું એમાં કાંઇ મારી શોભા કહેવાય નહિ.. મારી મહેનત દ્વારા કમાઈને પછી હું દાન કરું તો એ યોગ્ય ગણાય ...!' આ “પિતાજી! વ્યાપાર કરવા માટે સમુદ્રમાર્ગે જવા અનુમતી આપો! બેટા! આપણે ત્યાં ધનની શી ખામી છે કે તારે વેપાર કરવા | માટે બહાર ભટકવું પડે. આ જે છે એ બધું તારું જ છે. ખાતા ખૂટે નહિં એટલું ધન છે. તો પછી આ બધું કષ્ટ શા કારણે? | “નહિ પિતાજી! આ બધું તો આપના પુણ્યથી ઉપાર્જિત થયેલું છે. મારું ભાગ્ય પણ મારે અજમાવવું છે. મને આપ રાજીખુશીથી રજા આપો ! અને તામ્રલિપ્તિ નગર તરફ ધનના પ્રયાણની વાત ચોરે ને ચૌટે | ફેલાઇ ગઇ તડામાર તૈયારીઓ થવા લાગી એનો મિત્ર નંદક પણ સાથે જ જવાનો હતો. જો કે * ધનની પત્ની ધનશ્રી વિચારે છે કે પતિ પ્રવાસમાં જાય છે એ સારું છે પણ નંદક પણ એની સાથે જ જાય છે તો હવે હું પણ સાથે જ જાઉ..” કે “નાથ.! આપના વગર હું એક ક્ષણ પણ રહેવાની નથી આપ ' જ્યાં જશો ત્યાં આપની સાથે જ આવીશ.” છે “સુંદરી! તું અહીં જ રહે માતા-પિતાની સેવા કર!” “ના...ના! | નાથ...! આપ મને છોડીને જશો તો હું પ્રાણનો ત્યાગ કરીશ’.. કેવી.. દુષ્ટા ! એને પતિના વિરહ કરતાં નંદકનો વિરહ વધારે અકારો લાગતો હતો...! - નંદક ધનને ત્યાં જૂનો વિશ્વાસુ નોકર હતો જે કે ધન તો | નંદકને સેવક કરતાં મિત્ર વધારે માનતો હતો. પણ જ્યારથી ધનશ્રીના પગલાં ધનને ત્યાં થયેલા ત્યારથી એનામાં પણ દુષ્ટતા પ્રવેશી હતી.