________________ નહિ. ત્રણે ઋતુઓમાં ઉપયોગમાં આવે તેમ છે. ખરેખર હે મુનિવર! આપની માતાને તો આપના ઉપર એટલો સ્નેહ છે કે આપ ગયા પછી એને ખૂબજ પશ્ચાતાપ થાય છે એ એજ વિચારે છે હું કેવી મૂખી! કે આવો સુંદર પુત્ર મળ્યો હોવા છતાં પણ મેં એનો તિરસ્કાર જ કર્યો એ તો ભાગ્યશાળી છે કે એને તો પોતાનું આત્મ-કલ્યાણ સાધી લીધું. પણ મારી દશા તો 'તળાવે જઈને તરસ્યા રહેવા જેવી થઇ- હું શું કરું! ક્યારે હવે મને મારા પુત્રનું દર્શન થશે! આમ રોજ બોલબોલ કરે છે અને રૂદન કરે છે માટે હવે જલ્દીથી આપ કોશપુર પધારી માતાને સાંત્વન આપો અને ધર્મનો બોધ આપો! | ‘ભાગ્યશાળી માતા! જાલિનીદેવીને સંદેશો આપજો કે મેં કંઈ તમારાથી કંટાળીને દીક્ષા લીધી નથી આ સંસારને જ દુ:ખરૂપ માની દીક્ષા લીધી છે. ખરેખર હું અત્યારે ખૂબ સુખી છું એમાં પણ હું તો માતાનો જ ઉપકાર માનું છું. ભૂદેવ! આ કંબલ તો ગુરૂમહારાજને જ વહોરાવો એમને યોગ્ય લાગશે તો વહોરશે ! | બાજુમાં બેઠેલા ગુરૂદેવ સિંહસૂરીજી મહારાજાએ બ્રાહ્મણનો અતિ આગ્રહ જોઇ કંબલ વહોરી અને બ્રાહ્મણને કહ્યું. ‘વિપ્રવર! જાવ! તમે એમની માતાને કહેજો કે તમારા પુત્ર મુનિવર થોડા જ દિવસોમાં કોશપુર નગરમાં આવશે. તમારા પુત્ર તપ-સંયમ આદિમાં ખૂબ આગળ વધી ગયા છે. માટે હવે બીજું કોઇ દુ:ખ ન લગાડતાં સારામાં સારી રીતે ધર્મની આરાધના કરે! 38