________________ રહી છે પણ મહારાજા મનમાં એ જ વિચારણા કરી રહ્યા છે. | ‘ઓ જીવે તો એનાથી પણ ઘણાં દુ:ખો સહન કર્યા છે. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરી બાલ્યાવસ્થામાં અગ્નિશર્માની કરેલી મશ્કરી વિડંબણા આ બધા દુષ્કતોનો પશ્ચાતાપ કરી પરમાત્માના શાસનનું જ એક શરણ છે એ જ ભાવના ભાવતા ભાવતા ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવતા તરીકે થયાં. અગ્નિશર્માનો જીવ જે વિદ્યુતકુમારમાં દેવ થયેલો છે તે ગુણસેનને મરેલો જોઈ એકદમ આનંદ પામવા લાગ્યો. પણ એ બિચારાને કયાં ખબર છે કે એક જ ક્રોધના કણિયાને કારણે એક વખતના ઉગ્ર ભીષ્મ તપસ્વી એવા મારા જીવની સ્થિતિ અત્યારે શું છે એક નજીવા કારણને કારણે પોતાનો સંસાર વધી રહ્યો છે. જ્યારે ગુણસેનનો સંસાર સિમિત થઇ રહ્યો છે. 22