________________ | કોશનગર....! બુધ્ધિસાગર મંત્રીના પુત્ર બ્રહ્મદત્તની ભાર્યા જાલિની.... મંત્રી પુત્ર બ્રહ્મદત્ત સરળ ધર્મપરાયણ, પરોપકાર કરવામાં તત્પર હતો, જ્યારે એની પત્ની જાલિની ચતુર હોવા છતાં એમાં એક મોટો દોષ હતો એ ઈર્ષાળુ ખૂબ જ હતી. | એક રાત્રીએ જાલિની એ સ્વપ્નમાં પૂર્ણકળશ જોયો. મહારાજા ગુણસેનનો જીવ ક્રમશ: પહેલા દેવલોક, ત્યાંથી સિંહરાજા, ત્રીજા દેવલોકમાં ફરી જાલિનીના ગર્ભમાં જ આવેલો. ગયા ભવનો પોતાનો પુત્ર! એ આ ભવની પોતાની માતા ! છે ને સંસારનું સ્વરૂપ કર્મસત્તા કોની સાથે કયાં મેળ બેસાડી દે છે. કંઈ ખબર નથી પડતી. સી - પુત્ર જ્યારે પેટમાં આવે ત્યારે માતાને કેટલો આનંદ હોય...! પણ ના અહીં જાલિની તો આ ગર્ભથી કંટાળી ગયેલી હોવાથી ગર્ભપાત કરાવવા ઘણા પ્રયત્નો કર્યા. છતાં નિકાચિત કર્મના યોગે ગર્ભ પડયો નહી. પિતા બ્રહ્મદત્તને જાણ થતાં જ પહેલેથી સાવધાની રાખે છે જે મા દિકરાને પેટમાં જ મારી નાંખવા ઇચ્છે છે એ એનો જન્મ થયા પછી શું નહિ કરી નાંખે ? શુભ દિવસે જાલિનીએ સોહામણા પુત્રને જન્મ આપ્યો નવજાત બાળકને જોઇને એની માતાને કેટલો હર્ષ થાય પણ ના અહિં તો બાળકને જોઇને જ માતાના હૃદયમાં એકદમ ધૃણા થવા લાગે છે. બંધુજીવા! આ બાળકનું મોટું પણ મારે જોવું નથી હમણાં ને હમણાં એને બહાર ફેંકી આવ....! બંધુજીવા દાસીને પહેલેથી જ બ્રહ્મદત્ત સાધી લીધેલી અને બાળકનું લાલનપાલન ગુપ્ત રીતે થાય એનો પ્રબંધ બ્રહ્મદત્તે પહેલેથી કરી લીધેલો લોકમાં જાહેર થઇ ગયું કે જાલિનીએ મરેલા બાળકને જન્મ આપ્યો છે ગુપ્ત રીતે લાલનપાલન કરાતા આ નિદૉષ સોહામણા બાળકનું નામ પિતાએ શિખી પાડ્યું. અગ્નિશિખા જેવો જ તેજસ્વી અને ચપળ શિખીકુમાર 33