________________ અને એમાં નિમિત્ત પોતે જ છે એમ જાણી બાળ શિખી વિચારે છે. કે ખરેખર માતા જેવી માતા જ પોતાના બાળકનું મુખ જોવા ઇચ્છતી નથી એવો તો અભાગી બાળક દુનિયામાં કોણ હશે? હું અહીં રહું છું તેથી માતાના મારા પ્રત્યેના વર્તાવને કારણે પિતા પણ દુ:ખી થાય છે આના કરતાં અહીંથી હું જ શા માટે ભાગી ન જાઉં. અને એજ મધ્યરાત્રિએ કોશનગરને છોડી વાત્સલ્યદાતા પિતાની મમતાભરી હૂંફ છોડી 8/10 વર્ષનો નાનો બાળ શિખી વનવગડાની વાટે ચાલી નીકળ્યો. બે-ચાર દિવસ જંગલમાં પસાર થયા ત્યાં જ એક દિવસે મધ્યાહન સમયે અશોકવૃક્ષની નીચે બેઠેલા પ્રશાંત એવા આચાર્ય ભગવંત સિંહસૂરિ મહારાજાને એણે જોયા મહાત્માને જોઇને એ પોતાનું બધું દુ:ખ ભૂલી ગયો. તરત જ મહાત્માને નમન કરી કહે છે ભગવંત સંસારમાં મારાં જેવો બીજો કોઇ દુ:ખી હશે ખરો કે જેને સગી જનેતા જોવા પણ ઇચ્છતી ન હોય! બાળક આ સંસારનું સ્વરૂપ આવું જ છે આ તો કંઇ દુ:ખ નથી પણ નરકગતિના જીવોની કેવી સ્થિતિ! બિચારા તિર્યંચોની કેવી હાલત! આ સંસાર કોઇના માટે પણ સુખદાયક નથી. એમ કહી મહાત્માએ સંસારનું સ્વરૂપ દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ આ બાળકને આપી. અમૃતરસ સમાન એવી મહાત્માની વાણી સાંભળવામાં તલ્લીન બની ગયેલા બાળ શિખીને એ પણ ખબર ન પડી કે પોતાના પિતા પાછળ જ આવીને બેસી ગયા છે! ‘મહાત્મા! દીક્ષા આપો અને હવે મારો ઉધ્ધાર કરો પિતા બ્રહ્મદત્ત મોહના કારણે શરૂઆતમાં તો અનુમતિ આપતા અચકાયા પણ મહાત્માની વૈરાગ્યરસ નીતરતી વાણીએ કમાલ કરી દીધી ! 35