________________ જી તો સમાધિ મૃત્યુ તરફ પ્રયાણ કરવા ડગ માંડી રહ્યા હતા! આનંદને એ કેમ પોસાય ? તરત જ તલવાર લઇ જેલમાં આવ્યો પિતાને જ કહે છે "3 દષ્ટ આ આહાર જલ્દીથી ખાઇ લે નહિંતર હમણાં આ જ તારું માથું તલવારથી કાપી નાંખીશ.”, , બાળકો વિચારો કયાં પહેલાનો ભીષ્મ તપસ્વી અગ્નિશર્મા! અને કયાં અત્યારનો આ સગા બાપની હત્યા કરવા તૈયાર થઈ જતો આનંદ ! જીવ એકનો એક હોવા છતાં એક જ ભૂલનાં પરિણામે કેવી સ્થિતિ ! છે. 'પુત્ર! મરણ તો જભ્યાં ત્યારથી લખાયેલું જ છે મને મરણનો કોઈ ભય નથી તારા હાથે મરવામાં તો મને આનંદ આવશે બાકી હવે હું પચ્ચખાણ તોડવાનો નથી મૃત્યુનો મને કોઇ ભય નથી કાલે આવતું હોય તો આજે આવે આજે આવતું હોય તો અત્યારે વી, આવે, હું મૃત્યુને વધાવવા તૈયાર જ છું.' પિતાના આવા વચનથી આનંદનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તલવારનો એણે જોરથી ઘા કર્યો ‘નમોડહભ્ય:' બોલતાં બોલતાં આ મહારાજા સિંહનું પ્રાણપંખેરૂ ઉડી ગયું શરીર અહીં રહી ગયું પણ હંસલો તો સીધો ત્રીજા દેવલોકમાં પહોંચી ગયો. મહારાજની હત્યાથી પ્રજા ખળભળી ઉઠી આવા પિતૃહત્યારાના . રાજ્યમાં કોણ રહે ? એમ વિચારી નગર ખાલી થવા લાગ્યું પણ આનંદને તો અત્યારે અનેરો આનંદ હતો પાપાચારને આચરતો આચરતો આનંદ મરીને સીધો પહેલી નરકનો અતિથિ બની ગયો પરમાધામીઓ એનું આતિથ્ય કરવા તૈયાર જ હતા. હવે શું? હજી પણ વેરની પરંપરા ચાલુ જ રહેશે એનો ઉત્તર શોધવા માટે ચાલો ત્રીજા ભવમાં 32