________________ પોતાના પિતાનું કાસળ નીકળે કારણ એક જ! અગ્નિશર્માના ભવની વેરની પરંપરા “ભવોભવ હું એને મારનારો થાઉ” દુર્મતિ નામનો મંત્રી દુબુધ્ધિ આપનારો આનંદને મળી ગયો. મિત્ર! મારા બાપા બોલે છે જુદું અને કરવાના જુદું આ તો ખાલી આશ્વાસન જ છે, ચાલ એ આપે એના કરતાં પહેલાં આપણે જ એને બાંધીને રાજ્ય ન મેળવી લઇએ તરત જ આનંદ દુર્મતિને લઈને મહારાજાના મહેલમાં આવે છે. મહારાજા તો સંયમના શુભ ધ્યાનમાં બેઠા હોય છે ત્યાં જ આનંદે પાછળથી આવી મહારાજાનાં અંગરક્ષકનું ડોકું ઉડાવી મહારાજાને પણ બંધનગ્રસ્ત બનાવી દીધા. વાત વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ. પોતાના પ્રાણપ્રિય રાજવીનો આ રીતે પોતાના પુત્ર દ્વારા જ પરાભવ થતો જોઇ પ્રજાજનો, રાજ્યના સૈનિકો, મંત્રીઓ આદિ બધા આનંદ તરફ ધસી આવ્યા પણ મહારાજા સિંહે બધાને શાંત પાડયા. “જુઓ! જેમ હું તમારો રાજવી હતો એમ આજે આ આનંદ જ તમારો રાજા છે એ તો મારી ભૂલ થઈ કે મેં એને પહેલા રાજ્ય ન આપ્યું બાકી આ પરિસ્થિતિ માં વાંક મારો છે આનંદનો નથી જાવ તમે મારી આજ્ઞા છે કે મારા વહાલા પુત્ર આનંદનો રાજ્યાભિષેક કરો અને મજેથી રહો કોઈ ચિંતા કરતાં નહિ આ તો મારાથી પણ સવાયો નીવડશે. જુઓ બાળકો! સજ્જન આત્માઓની કેવી ઉત્તમતા હોય છે. જેમ દુર્જનો કોઇપણ પળે પોતાનો સ્વભાવ છોડતાં નથી એમ સજ્જનો પણ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનાં સ્વભાવનો ત્યાગ કરનારાં હોતા નથી. પ્રજાજનોએ મને કમને આનંદનો રાજ્યાભિષેક કર્યો...! શું આટલેથી હવે આનંદકુમાર અટકી જશે. ના ના એને તો વેરની પરંપરા ચાલુ જ રાખવી હતી ને હજી તો નરકના અતિથિ થવાનું એનાં ભાગ્યમાં લખાયેલું હતું. 30