________________ અને એને ધમકાવે છે બોલ શું લઇ જાય છે? ત્યારે બિચારી દાસીએ રાજાને બધી હકીકત જણાવી રાજા તરત જ એ બાળકને લઈને મહારાણી પાસે ગયા. | દેવી..! આ શું કર્યું? આવી રીતે સુકોમળ બાળકને ફેંકી નાંખવા માટે તારો જીવ કેમ ચાલ્યો? “નાથ! પુત્ર મારો છે મેં એને નવ મહિના ગર્ભમાં સાચવ્યો છે, પુત્ર તો કઈ માતાને વહાલો ન હોય? પણ જ્યારથી આ બાળક પેટમાં આવ્યો ત્યારથી જાણે અનિષ્ટકારી જ બધું લાગવા માંડયું છે. મને તો લાગે છે એ મોટો થયા પછી આપને જ અનર્થકારી થશે. માટે જ એના ભાગ્ય ઉપર છોડી દઈએ એ જ સારું છે. દેવી! એમ કંઈ સ્વપ્નથી મૂંઝાઇ જવાય નહિ. શાંતિ રાખ દેડકો સર્પ નોળિયો અજગર એક બીજાને મારવા તરાપ મારી રહ્યા છે 28