________________ દાસી નવજાત બાળકને માતાના કહેવાથી ફેંકવા લઈ જાય છે ત્યારે મહારાજા છે કે સિંહ એને રોકે છે મદનરેખા દાસી પાસેથી મહારાજા બધું જાણી લે છે મતિસાગર મંત્રી દ્વારા રાજાએ રાણીનાં દોહદ પણ પૂરા કરાવ્યા અતિ પીડાની સાથે રાણીએ પુત્રને જન્મ આપ્યો. પણ આ પુત્ર પેટમાં આવ્યો ત્યારથી જ અનિષ્ટકારી વિચારો આવે છે મોટો થઇને કોણ જાણે આ શું કરશે? એ વિચારણા સાથે રાણીએ તો આ નવજાત બાળકને જંગલમાં ક્યાંય ફેંકવા માટે દાસીને આપી દીધો. - માધવી દાસી નવજાત પુત્રને લઈને જતી હતી ત્યાં જ રસ્તામાં સામેથી મહારાજા આવતા દેખાયા. મહારાજાને જોઇને દાસી આમ થી તેમ થવા ગઇ પણ મહારાજાની ચકોર દષ્ટિએ પારખી લીધું કે નકકી કંઈક દાળમાં કાળું છે? તરત જ દાસીની પાસે આવી 27