________________ બધું સારું થશે. “તમારે રાખવો હોય તો રાખો! મને તો એ જરાય ગમતો જ નથી! રાજાએ બાળકને ધાવમાતાને સોંપ્યો અને પુત્રનું સુંદર રીતે લાલનપાલન થાય એ પ્રમાણે આજ્ઞા આપી. પુત્રનું મુખ જોઇ ભલે એની માતાને ષ થયો હોય પણ મને તો આનંદ જ થાય છે એટલે રાજાએ એનું નામ પણ ‘આનંદ’ પાડયું. બાળ આનંદ ધીમે ધીમે વૃધ્ધિ પામવા લાગ્યો પણ એ પોતાના પિતા સિંહને જોઈને જ અંતરથી ધિકારતો હતો. ખરેખર વેરની પરંપરા કેવી છે? આવા સ્નેહાળ વાત્સલ્યદાતા પિતા મળ્યા પછી પણ આ બિચારાની કેવી હાલત છે! મહારાજા સિંહ એકવાર નગરમાં ફરી રહ્યા હતા ત્યારે એક વિચિત્ર દશ્ય એમના જોવામાં આવ્યું. એક કાળો ડિબાંગ સર્પ દેડકાને ગળવા માટે ફેણ પછાડી રહ્યો હતો. એ સપને ખાઈ જવા માટે નોળિયો વળગેલો એ નોળિયાને અજગર વળગ્યો હતો સાપ દેડકાને, નોળિયો સાપને, અજગર નોળિયાને અરસપરસ ખાવા મથતા જોઇ મહારાજા વિચારે છે આ સંસારનું સ્વરૂપ આવું જ છે. આવા એકબીજાને મારનારા સંસારમાં રહીને શું સાર છે? એમ વિચારી પોતાનું રાજ્ય પણ છોડી દેવાની ઇચ્છા થઇ ગઇ. તરત જ મહેલમાં આવી મંત્રીઓને બોલાવી કહે છે મંત્રીઓ પુત્ર આનંદના રાજ્યાભિષેકની અને મારાં પ્રવ્રજ્યા મહોત્સવની તૈયારી કરો! હવે મારે આવા દુ:ખમય સંસારમાં રહેવું નથી આ વાત ચોરેને ચૌટે આખા નગરમાં ફેલાઇ ગઇ! શું આવા લોકપ્રિય રાજવી સિંહ ચાલ્યા જશે? એના વિચારથી અને આપણું પછી શું? એ પ્રશ્નથી નગરના પ્રત્યેક જનો વ્યથિત હતા. આનદૃકુમારે પણ આ વાત સાંભળી પણ કાશ! દુર્જન માણસ કોઈપણ પરિસ્થિતિમાં પોતાની દુર્જનતા છોડતો જ નથી....! નહિંતર અત્યારે તો આનંદને આનંદ પામવાનો અવસર હતો...! પણ એ આનંદને આનંદ તો ત્યારે જ થવાનો કે જ્યારે પોતાના હાથે જ 29