________________ પિતાને આકરાં બંધનો બાંધી જેલમાં નાંખી દીધા હવે તો એ સર્વસત્તાધીશ હતો લોકો બિચારા આક્રંદ સિવાય કરે શું? સત્તા આગળ શાણપણ શા કામનું? મહારાણી કુસુમાવલીને પણ આવી સ્થિતિથી ખૂબ જ દુ:ખ થયું. તરત જ ત્યાંથી નીકળી સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા લઇ પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું. | મહારાજા સિંહ મનમાં પુત્ર પ્રત્યે કોઇપણ જાતનો દુર્ભાવ લાવ્યા વગર વિચાર કરે છે. આમ પણ હવે અહીંથી બહાર નીકળવાનું દેખાતું નથી તો પછી આગળ શું કામ ન કરું? તરત જ ઉપવાસના પચ્ચખાણ લઇ પોતાની આરાધનામાં તલ્લીન બની જાય છે. આનંદને ખબર પડે છે કે પિતાશ્રીએ તો ઉપવાસના પચ્ચખાણ લીધા છે. હવે ખાશે પીશે નહિં તો જલ્દી મરી જશે. એને તો મનમાં એ જ વિચાર હતો કે પિતાને રીબાવી રીબાવીને મારું આ (c)(c)(c)(c) 6) પુત્ર આનંદ પિતા સિંહ ને મારી રહ્યો છે 31